Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

સાડાચાર લાખનો ચેક પાછો ફરતાં શિક્ષીકા વિરૂધ્ધ કોર્ટમાં થયેલ ફોજદારી ફરિયાદ

રાજકોટ તા. રઃ ''રૂ. ૪,પ૦,૦૦૦/-નો ચેક રીર્ટન થતા રાજકોટની નામાંકીત સ્કુલની શિક્ષીકા વિરૂધ્ધ કોર્ટમાં ચેક રીર્ટનની ફરિયાદ'' થયેલ છે.

ફરીયાદની ટુંક વિગત એવી છે કે રાજકોટ મુકામે ભોમેશ્વરવાડી, શેરી નં. ૧, જામનગર રોડ, પર રહેતા ફરીયાદી મહમદહુસેન સીદીકભાઇ પટ્ટણી તથા આરોપી પ્રિયા એડવીન વા/ઓ હિરેન જોષી રહે. સાધના એપાર્ટમેન્ટ-ડી, ભોમેશ્વરવાડી, જામનગર રોડ, રાજકોટવાળા બંને ઘણા વર્ષોથી એક વિસ્તારમાં રહેતા હોય તેથી ઓળખાણ તથા મિત્રતાના સંબંધો રહેલા છે. આ કામના આરોપીના પતિ પર કરજ દેવું થઇ ગયેલ હોય જેથી આરોપીએ ફરીયાદી પાસેથી સબંધના દાવે પતિનું કરજ ભરપાઇ કરવા રૂ. ૪,પ૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલ હતા.

ત્યાબાદ સદર રકમ ફરીયાદીએ આરોપી પાસે પરત માંગતા, આરોપીએ કોર્પોરેશન બેંક, રાજકોટ શાખાના તા. ર૩-૬-ર૦ નો રકમ રૂ. ૪,પ૦,૦૦૦/- પુરાનો ચેક આપેલ, જે ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, રેસકોર્ષ શાખા, રાજકોટમાં વટાવવા રજુ કરતા સદર ચેક 'ફંડ ઇન્સફીસયન્ટ'ના શેરા સાથે પરત ફરેલ. જે અંગેની જાણ આરોપીને કરવામાં આવેલ હોવા છતાં રકમ નહીં ચુકવેલ. આથી ફરીયાદીએ પોતાના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત ચેક રીર્ટનની લીગલ નોટીસ મોકલાવેલ તેમજ ત્યારબાદ નોટીસનો જવાબ આપેલ ન હોય ત્યાર પછી ફરીયાદીએ એડી. ચીફ જયુ. મેજી. ની કોર્ટ રાજકોટ સમક્ષ ઉપરોકત ચેક રીર્ટન થયાની ફરીયાદ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અન્વયે દાખલ કરેલ હતી.

આ કામના ફરીયાદી મહમદહુસેન સીદીકભાઇ પટ્ટણી તરફે પી એન્ડ આર લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, સંદીપ વેકરીયા, વંદના રાજયગુરૂ, અમિત ગડારા, કેતન સાવલીયા, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ, રીતેષ ટોપીયા, વિગેરે રોકાયા હતા.

(2:48 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST

  • રાપર હત્યાકાંડ : કચ્છના રાપર વકીલ હત્યાકાંડ : સીટમાં વધુ બે અધિકારી પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભસિંઘ અને મુન્દ્રા મરીન પીઆઇ ગિરિશ વાણિયાની વરણી આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવાની દિશામાં ચક્રો ગતિમાન, હત્યાના ચોક્કસ કારણો જાણવા સીટ દ્વારા તપાસનો ધમધમાટ access_time 10:47 pm IST

  • દાદાને શ્રદ્ધાંજલિ આપી નાનપણની તસવીર શેર કરી : સ્વર્ગસ્થ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના આજે ૧૧૬માં જન્મદિવસ નિમિત્તે તેમના સૌથી મોટા પુત્ર સંજય નાથ સિંઘે ટ્વિટર ઉપર દાદાને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી નાનપણની આ તસવીર શેર કરી છે. તેઓ ટાટા સ્ટીલમાં કામ કરી રહ્યા છે અને ઓલ ઈન્ડિયા ફાર્મર્સ એસોસિએશનના વર્કિંગ પ્રેસિડેન્ટ પણ છે. access_time 4:43 pm IST