Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મ.ન.પા. દ્વારા ૪૧ હજાર ઘરનો સર્વેઃ ૨૮ લોકોને તાવ-શરદીના લક્ષણો

રાજકોટ : શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ઝુંબેશ ચાલી રહી છે. શહેરમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઇને સેવાઓ આપવામાં આવે છે. જેમાં તા. ૧ના ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૪૧,૨૫૯ ઘરઅને કુટુંબનો સર્વે કરવામાં આવ્યા હતા. જેમાંથી ૨૮ વ્યકિતઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા. અને તેમને સારવાર પણ આપવામાં આવી હતી.મ.ન.પા દ્વારા ૫૦ ધનવંતરી રથ ઓ.પી.ડી સહીત ૧૧,૪૨૬ વ્યકિતઓએ સેવાનો લાભ લીધો હતો.

(3:12 pm IST)