Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સુધારણા બીલ અનુસંધાનનો જનજાગરણ અભિયાનનો આજથી પ્રારંભ

રાજકોટ,તા. ૨: કેન્દ્ર સરકાર દ્વારા જે નવું કૃષિ સુધારણા બીલ રજુ કરવામાં આવેલ છે તેમા જનજાગૃતિ માટે ખેડુતો ને સાચી માહિતી આપવા તેમજ આ બિલ પસાર થતા કિશાનોને આવતા દિવસોમાં કૃષિ વિષયક ફાયદાઓ થી માહિતગાર કરવા માટે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્યો તેમજ તાલુકા આગેવાનો સાથે લોધીકા તાલુકા ના તમામ ગામોના ખેડુત ભાઇઓ સાથે ખાટલા બેઠક નો કાર્યક્રમ ૨ ઓકટોમ્બર ગાંધી જયંતિ ના દિવસ થી શુભ શરૂઆત બપોરના ૪ વાગ્યે લોધીકા થી કરવામાં આવશે ત્યાર બાદ એક એક કલાક ના સમય અંતરે બીજા ગામો કોઠાપીપળિયા, ચાંદલી પીપરડી

તા.૩ ચીભડા અભેપર દેવગામ છાપરા દેવળા નગરપીપળીયા તા.૪ હરિપર (પાળ) વાજડી મેટોડા રાતૈયા મોટાવડા તા.૫ પારડી કાગશિયાળી ઢોલરા વિરવા ખાંભા રાવકી પાળ તા.૭ સાંગણવા માખાવડ તરવડા હરિપર(ત.)વાગુદડ બાલસર ખાતે યોજાશે.

(3:12 pm IST)