Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

આજે ગાંધી જયંતિ

ગાંધીજીના જીવનમાં સત્યાચરણના બીજ રોપવામાં રંગભૂમીના નાટકોનો સિંહફાળો

ગાંધી અને ગોડસેના વિરોધાભાષી વિચારોના ઘર્ષણમાંથી જનમ્યુ હતુ ગાંધી હત્યાનું કાવત્રુ-નાટક 'ગાંધી કે ગોડસે-૧૯૯૭' : પિતા ગાંધી, પુત્ર હરીલાલ અને કસ્તુરબાના એકાબીજા પ્રત્યેના આંતરપ્રેમ તથા બાહ્યકની ધીક્કારભરી લાગણીઓનું દ્રારીદય દર્શન એટલે નાટક 'ગાંધી વિરૂધ્ધ ગાંધી-૧૯૯૯'

આજે પૂ. ગાંધીજી જન્મ જયંતી નિમીતે એક નાટયકર્મી તરીકે ગાંધી જીવનને સ્પર્શતા નાટકો વિષે થોડું વ્યકત કરવાનો વિચાર આવ્યો. તેઓના બચપણથી જ વાત માંડીએ તો તેના દિમાગમાં સત્યાચરણના બીજ રોપાયા હતા તેમણે બાળપણમાં જોયેલ નાટક રાજા હરીશ્ચંદ્રથી. આ નાટક જોયા બાદ તેમને વિચાર આવ્યો હતો કે હરીશ્ચંદ્ર જેવા સત્યવાદી શું અન્યો ન બની શકે? તેના જવાબ રૂપે પોતે જ ઘણા ખરા અંશે એ રાહે ચાલવાનું આચરણ કર્યુ. તેઓની એ સત્ય પ્રિયતા દેશને આઝાદી અપાવવામાં ઉપયોગી થઇ હશે જ.

ગાંધી વિષયનું રાજકોટમાં સૌ પ્રથમ નાટક ગાંધી કે ગોડસે મુંબઇના પ્રોડયુસર-લેખક-જયસુખલાલ રાવરાણીએ ૧૯૯૭માં રજુ કર્યુ હતું. આ નાટક જોઇ શ્રી રાવરાણીને અભિપ્રાયના તા.ર-૧ર-૯૭ના પત્રની નકલ આજે પણ મારી ફાઇલમાં છે. જેમાં મેં તેને લખતા હાથ પણ ધ્રુજી જાય તેવા ગાંધી-ગોડસે વિષેની સ્ક્રીપ્ટ લખવા માટે રાજીપો વ્યકત કરી નાટકમાં મને જણાયેલ થોડી ક્ષતીઓ તરફ ધ્યાન દોર્યુ હતું.

ગાંધી અને ગોડસેના વિરોધાભાષી વિચારોના ઘર્ષણમાંથી જન્મતા ગાંધી હત્યાના કાવતરાના આ નાટકમાં તેમણે હત્યા કર્યા બાદના દ્રશ્યમાં ગોડસેને રડતા બતાવ્યા હતા !! તેને જાણે હત્યા કર્યાનો પસ્તાવો કેમ થતો હોય!! આવા અન્ય એકાદ-બે નબળા દ્રશ્યો અને અન્ય પાસાઓ પણ હતા. મૃત્યુ વખતે ગાંધીજી 'હે રામ'  ન્હોતા જ બોલ્યા તેવું ગોડસેને કહેતા દર્શાવવા સાથે આવા એસીડીક નાટકની હિંમતભેર રજુઆતને કારણે નાટક અંત સુધી પ્રેક્ષકોને જકડી રાખવા માટે સક્ષમ રહયું હતું.

ગોસડેને ફાંસીએ લટકાવી દેવાના દીલધડક ૨૦૨૦ની દ્રશ્યની ટેકનીક અત્યંત  ધ્યાનાવર્ષક. તે વખતનં ુ સંગીત અને પ્રકાશ આયોજન એથીયે સવાયું. નાટકમાં ગોડસને અદ્દેલ તાદ્રશ્ય કરનાર કલાકાર  રાજેન્દ્ર ચાવલા  આજે પણ ફિલ્મો-સીરીયલોમાં જોવા મળે છે. તેની ટુકી ઉંચાઇ તેના તાકાતવર અભિયાનના પડછાયામાં ઢંકાઇ જાય છે.

૧૯૯૯ માં હે. ગ. હોલમાં રજુ થયેલ શિલા બુટાલા, મુંબઇ નિર્મિત ગાંધી વિરૂધ્ધ ગાંધી નાટકમાં એક મહા માનવના સિધ્ધાંતો પ્રશ્નો ઉભા કરે છે કે સંતાનોની જવાબદારી બાબતે શું તે નિષ્ફળ જઇ શકે ? એમ થાય તો તેણે કરેલું વિશ્વ કાર્ય, દેશ સેવામાં કસર છોડી કહેવાય ? નાટકમાં આ મુદ્ે ગાંધી અને પુત્ર હરિલાલના વિચારભેદ તથા અપેક્ષા અને ઉપેક્ષાનો હતો.

હરિલાલના પિતા તરફથી અપેક્ષા અને પિતાની એ બાબતે ઉપેક્ષા. પિતા ગાંધીજી માને છે કે પોતાના ચારિત્ર્ય ઘડતર અને સામાજીક સમસ્યાઓ સંતાનોએ પોતે જ સંભાળવી જોઇએ. જયારે હરિલાલ આ બાબતે પિતાની પણ ફરજ છે તેમ માનતા. નાટકમાં આ બાબતોની અત્યંત સંવેદનાત્મકતા ભરી દલીલો અને બચાવને કારણે ઘડીભર બન્ને પાત્રો પોતપોતાની રીતે સાચા જ લાગે. છતાં વિચાર અને સ્વભાવ ભેદમાંથી જન્મતા અહંમને કારણે બન્ને વચ્ચેના મનોઘર્ષણથી બંને, પિતા-પુત્ર અંત સુધી દૂર થઇ જાય છે. એક રાષ્ટ્રના મહાન પિતા પોતાના જ પુત્રના પોતાની સાથેના દુર્વ્યવહારને ન રોકી શકવાની લાચારીથી જાણે આંસુ વિનાનું રૂદન કરતા હોવાનો અહેસાસ કરાવી જાય છે. આ પરિસ્થિતિએ બન્ને પિતા-પુત્રથી પણ વધુ પીડા અનુભવતા હતાં. કસ્તુરબા. આ ત્રણેય પાત્રોનો એકબીજા પ્રત્યેનો આંતર પ્રેમ અને બાહયક ધીકકારની લાગણીનું દ્રારિદય હૃદયને વલોવી નાખે તે રીતે રજૂ થયું હતું. આ નાટકમાં.

જાણીતા લેખક દિનકર જાનીની નોવેલ 'પ્રકાશના પડછાયા' પરથી પ્રખર નાટય લેખક પ્રવિણ સોલંકીના ચુસ્ત નાટય શબ્દ દેહને, મૂળ મરાઠી રંગભૂમિના ચંદ્રકાંત કુલકર્ણીએ પોતાના અલ્ટીમેટ દિગ્દર્શનથી કાયમ યાદ રહી જાય તેવો રંગમંચીય દેહ અવતરીત કર્યો હતો. ગાંધીની ભૂમિકામાં અતુલ કુલકર્ણી, હરિલાલની ભૂમિકામાં અભિનયના 'ચાણકય', હાલના પદ્મશ્રી મનોજ જોષી તેમજ કસ્તુરબાની ભૂમિકામાં મીનળ પટેલે, કમાલના અભિનય દર્શન કરાવ્યા હતાં. અંતિમ દ્રષ્યમાં ગાંધીજીના સ્ટેચ્યુ અને હરિલાલના ડેડ બોડીમાંથી એ બન્નેપાત્રો બહાર આવે છે. અને હરિલાલ બાપુનો હાથ પકડી જમના ઘાટે દોરી જવાનું દ્રષ્ય પ્રેક્ષકોને રડાવી દેવાની કગાર પર મુકી દેતુ આ નાટક પ્રેક્ષકોના હૃદયમાં ચિરંજીવ છાપ છોડી ગયું હતું.

નાટય કર્મ માટે ડ્રાય એરીયા એવા રાજકોટની કલા-નિકેતને 'મહાપ્રયાણ' તથાસેવન્થ સેન્સ સંસ્થાએ  'રંગી મોહન કે રંગ' જેવા સુંદર ગાંધી વિષયક નાટકો સર્જી બતાવ્યા હતા જેની પણ અત્રે નોંધ લેવી ઘટે જ ઘટે. (૪.૧૧)

આલેખન

કૌશીક સિંધવ

મો.૭૩પ૯૩ ર૬૦પ૧

(3:14 pm IST)