Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

આમ્રપાલી ફાટક અન્ડરબ્રીજમાં વરસાદી પાણી નહી ભરાય : ૬૯ લાખની સ્ટોર્મ વોટર ડ્રેનેજ નંખાશે

પાઇપ લાઇન નંખાયા બાદ વરસાદી પાણીનો બારોબાર નિકાલ થશે : વોર્ડ નં. ૨ના કોર્પોરેટરો દ્વારા ખાતમુહૂર્ત

રાજકોટ તા. ૨ : શહેરમાં રૈયા રોડ પર આમ્રપાલી ફાટકે અંડરબ્રીજનું નિર્માણ હવે પૂર્ણતાના આરે છે ત્યારે આ અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દુર કરવા અહીં ખાતે ૬૯ લાખના ખર્ચે વરસાદી પાણી નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.

આ અંગેની વિગતો મુજબ વોર્ડ નં. ૦૨માં આવેલ આમ્રપાલી ફાટક પાસે બની રહેલ નવા અન્ડરબ્રિજનાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૬૯ લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનનું ખાતમુહૂર્ત મેયર બિનાબેન આચાર્ય, વોર્ડ નં.૦૨નાં કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૨નાં કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨નાં કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨નાં કોર્પોરેટર સોફીયાબેન દલનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વોર્ડ નં.૦૨ ભાજપના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ ભાજપના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ ભાજપના મહામંત્રી દશરથભાઈ વાલા, ભાવેશભાઈ ટોયટા, વોર્ડ નં.૦૨ ભાજપના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ પરમાર, રાજુભાઈ લાખાણી, નીલેશભાઈ તેરૈયા, અજયસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, સુરેશભાઈ પરમાર, હાર્દિકભાઈ વોરા, દોજેફાભાઈ સાકીર, પંકજભાઈ જોષી, મિથુનભાઈ, ભરતભાઈ કાઠી, દેવરાજભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:15 pm IST)
  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST

  • હાથરસ ગેંગ રેપ : દિલ્હીના જંતર મંતર ઉપર વિરોધ પક્ષોનો જમેલો : સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી ,સીપીઆઇ નેતા ડી.રાજા ,આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ ,જીગ્નેશ મેવાણી ,ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ ,તથા બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સહિતનાઓ મેદાનમાં : યુ.પી.સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા access_time 7:00 pm IST