Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વોર્ડ નં. ૧૭ વિવિધ વિસ્તારોમાં ૭૦ લાખનાં ખર્ચે વિકાસ કામો થશે

કોર્પોરેટર અનિતાબેનનાં પ્રયત્નો સફળ

રાજકોટ તા. રઃ શહેરનાં વોર્ડ નં. ૧૭નાં વિવિધ વિસ્તારોમાં રૂ. ૭૦ લાખના ખર્ચે સી.સી. રોડ તથા પેવિંગ બ્લોકના કામો કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીનાં પ્રયાસોથી મંજુર કરવામાં આવ્યા છે.

આ અંગે કોર્પોરેટર જાગૃતીબેનએ જણાવ્યું હતું કે, રૂ. ૧૦ લાખના ખર્ચે હરિ ધવા રોડ પાસે આવેલ રામ પાર્ક સોસાયટી મેઇન રોડમાં રૂ. ૧.૭૦ લાખના ખર્ચે હુડકો-બી કવાર્ટસમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે, રૂ. ર.પ૦ લાખના ખર્ચે રાજ લક્ષ્મી સોસાયટી ૧પ/૧૮ની બાજુમાં આવેલ નાની શેરીમાં રૂ. ૪ લાખના ખર્ચે ગીતાંજલી સોસાયટી મેઇન રોડ પર, રૂ. ૧.પ૦ લાખના ખર્ચે વાલ્કેશ્વર સોસાયટી-પિતૃ આશિષવાળી બંધ શેરીમાં રૂ. ૪ લાખના ખર્ચે આનંદનગર કોલોની શુભમ વિદ્યાલયની સામેની શેરીમાં રૂ. ૧.પ૦ લાખના ખર્ચે રાજલક્ષ્મી સોસા. સોમનાથ વિદ્યાલય પાસે આવેલ કોમન પ્લોટની બાજુમાં, રૂ. પ૦ હજારના ખર્ચે કલ્યાણ સોસાયટીમાં રૂ. ૯.૮૦ લાખના ખર્ચે નારાયણનગર ઝુપડ પટ્ટીમાં, રૂ. ૮ લાખના ખર્ચે સલાટ વાસમાં, રૂ. ૩.પ૦ લાખના ખર્ચે આનંદનગર કોલોની ગાયત્રી મંદિર બગીચામાં રૂ. ૩.પ૦ લાખના ખર્ચે ખોડિયાર સોસાયટી પ૦ ફુટ રોડ, રામેશ્વર સોસા. રોડ પર, તેમજ સી.સી. રોડના કામમાં રૂ. ૧૩ લાખના ખર્ચે, ભવનાથ મંદિર પાસે આવેલ આખી ઇન્દીરાનગર સોસાયટીમા,ં તેમજ રૂ. ર લાખના ખર્ચે ન્યૂ મેઘાણી શેરી નં. ૬ માં સી. સી. રોડ સહિતના વિસ્તારોમાં કુલ અંદાજી ૭૦ લાખના ખર્ચે અલગ અલગ વિસ્તારોમાં પેવર બ્લોક તેમજ સી.સી. રોડના કામ કરવામાં આવશે. આ કામ થવાથી વિસ્તારવાસીઓને વધુ સારી સુવિધા મળી રહેશે તેમ કોર્પોરેટરે અંતમાં જણાવ્યું હતું.

(3:15 pm IST)