Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કૃષિ બીલ-સ્કુલ ફી માફી પ્રશ્ને કોંગ્રેસનાં ધરણાઃ ૪પ ની અટકાયત

રાજકોટ :.. કૃષિ બીલ અને સ્કુલ ફી માફીના પ્રશ્ને શહેર-કોંગ્રેસ તથા જીલ્લા કોંગ્રેસના સંયુકત ઉપક્રમે આજે બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે કોંગ્રેસે આજે સવારે ધરણા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું તે વખતની તસ્વીરો  આ તકે સ્થળ પર બંદોબસ્તમાં રહેલી પોલીસ તથા એસ. આર. પી. ની ૪ પ્લાટુનો ૪પ જેટલાં કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયતો કરી હતી. તે વખતે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતાં જે તસ્વીરમાં નજરે પડે છે. આ ધરણામાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, હીતેષ વોરા, વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, પ્રદેશ નેતા મહેશ રાજપૂત, જાન્વીબેન લીંબાસીયા, મોહન સોજીત્રા, ડી. પી. મકવાણા, વિરલ ભટ્ટ, અલ્પેશ ટોળીયા, વિશાલ દોંગા, સહિતના આગેવાનો - કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:55 pm IST)