Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભારે કરી....રાજકોટ પોલીસે અમદાવાદ રહેતાં યુવાન અમિતને ફટકાર્યો ઇ-મેમો

અમિતે બે વર્ષથી રાજકોટમાં પગ મુકયો નથીઃ છતાં હેલ્મેટ વગર વાહન ચલાવવાનો મેમો મળ્યોઃ તેના બાઇકનો નંબર કોઇ બીજુ તો લગાડીને ફરતું નથી ને?

અમદાવાદ તા. ૨ : રાજકોટ શહેર પોલીસ દર મહિને લાખોના દંડ ઇ-મેમોથી ફટકારે છે. જુદા-જુદા કારણોસર ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને ઇ-મેમો મળે છે. પરંતુ એક કિસ્સામાં છેક અમદાવાદમાં રહેતાં અને છેલ્લા બે વર્ષથી રાજકોટમાં પણ પણ નહિ મુકનારા અમિત ચાવડાના નામે રાજકોટ શહેર પોલીસે ઇ-મેમો મોકલ્યો છે. રાજકોટના માળીયા મિંયાણાના અર્જુનનગર ખાતે અમિતના મુળ  વતનના એડ્રેસ પર મેમો મોકલાયો છે.

અમિત પાસે રાજકોટ પાસિંગનું બાઇક છે. પરંતુ તે છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયો છે. પિતાના નામનું રાજકોટ પાસીંગનું બાઇક તે વાપરી રહ્યો છે. જો કે આ બાઈકનો ઉપયોગ તે અમદાવાદમાં કરે છે. અમિતના મૂળ વતનના ઘરે થોડા દિવસો અગાઉ રાજકોટ પોલીસનો ઈ મેમો આવ્યો હતો. જેમાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ માર્કેટ યાર્ડ વિસ્તારમાં હેલ્મેટ વગર બાઈક ચલાવવા અંગે ૫૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ બાબતે પરિવારે અમિતને અમદાવાદ ખાતે ફોન કરી જાણ કરી હતી. અમિતે મેમો મંગાવતા તેમાં જે બાઈક, બાઈક ચાલકનો ફોટો હતો તે અમિત નો કે અમિતના બાઈકનો ન હતો. મેમામાં લખવામાં આવેલો બાઈકનો રજીસ્ટ્રેશન નંબર અમીતના બાઈકનો જ હતો!

અમિતે આ અંગે જણાવ્યું છે કે, હું છેલ્લા બે વર્ષથી રાજકોટ ગયો જ નથી. મારું બાઈક પણ હું અમદાવાદમાં ચાલવું છું. તો મેમો કઈ રીતે આવે તે સમજાતું નથી. રાજકોટ પોલીસને મેઈલ કરી આ બાબતે કઈક ભૂલ થયાની જાણ કરવાનો મેં નિર્ણય લીધો છે. જો મને મારા મારા મેઇલનો જવાબ સમયસર મળી જાય અને ઓનલાઇન જ મારો મેમો રદ થઈ જાય તો મારો રાજકોટ જવાનો સમય અને ખર્ચ બધું જ બચી જાય તેમ છે. બાકી ૫૦૦ રૂપિયાના દંડનો મેમો રદ કરવા માટે મારે ૧,૦૦૦ હજારનો મુસાફરી ભાડાનો ખર્ચ અને એક દિવસની રજા લેવી પડે તેવી હાલત છે.

અમીતને મળેલા ઈ મેમાને લઈ રાજકોટ પોલીસે ભૂલ કરી છે કે, અન્ય કોઈ વ્યકિત પોતાની બાઈક પર બીજો નંબર લગાવી ફરી રહ્યો છે. તે પોલીસ માટે તપાસનો વિષય છે. રાજકોટ પોલીસ આ મેમાની ઊંડાણમાં તપાસ કરે તો વાહન ચોરીનો ભેદ ઉકેલાય તો પણ નવાઈ નથી.

(3:57 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 81,693 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 63,91,860 થઇ :હાલમાં 9,42,585 એક્ટિવ કેસ :વધુ 78,646 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 53,48,653 રિકવર થયા :વધુ 1096 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 99,804 થયો access_time 1:03 am IST

  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST

  • હાથરસ ગેંગ રેપ : દિલ્હીના જંતર મંતર ઉપર વિરોધ પક્ષોનો જમેલો : સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી ,સીપીઆઇ નેતા ડી.રાજા ,આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ ,જીગ્નેશ મેવાણી ,ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ ,તથા બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સહિતનાઓ મેદાનમાં : યુ.પી.સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા access_time 7:00 pm IST