Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મ.ન.પા.ના આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાકટનાં કર્મચારીઓ છુટા કરી દેવાતા દેકારો : કાયમી સ્ટાફને ડબલ ડ્યુટી સોંપવા હીલચાલ

રસીકરણ અને કોવિડ કામગીરીમાં માઠી અસર પહોંચવાની ભીતી :મેયર અને આરોગ્ય અધિકારીઓને રજુઆત કરાઇ

રાજકોટ,તા. ૧ : મહાનગરપાલીકા દ્વારા મેનપાવર કોન્ટ્રાકટર મારફત કોવિડ-૧૯ની કામગીરી અને રસીકરણની કામગીરી માટે સ્ટાફની ભરતી કરાવામાં આવેલ. જેન. મુદત પૂર્ણ થતી હોય આ કોન્ટ્રાકટરના કર્મચારીઓને છુટા કરી દેવાતા આરોગ્ય વિભાગમાં દેકારો બોલી ગયો હતો. અને આ બાબતે આરોગ્ય અધિકારીને કાયમી કર્મચારી સ્ટાફ દ્વારા રજુઆત કરાય હતી કે 'સ્ટાફની ઘટ્ટ પડતા તહેવારોના દિવસોમાં ડબલ ડ્યુટી ન સોંપવા વિનંતી'

 આ અંગે આરોગ્ય વિભાગનાં સુત્રોના જણાવ્યા મુજબ 'શહેરમાં હવે કોરોના સંક્રમણ ધીમુ પડ્યું છે. ત્યારે મ.ન.પા દ્વારા કોરોનાની કામગીરી માટે કોન્ટ્રાકટર મારફત ભરતી કરાયેલ સ્ટાફને છુટ્ટો કરી દેવાયો છે.

આમ, આજી એકાએક કોરોના સંબંધી કામગીરી ઉપરાંત કોરોના સામે રક્ષણ આપતી વેકસીનના રસીકરણની કામગીરી સંભાળતા કોન્ટ્રાકટના કર્મચારીઓ છુટ્ટા થઇ જતા હવે આ બંને કામગીરીનો બોજો અન્ય કર્મચારી પર આવનાર છે. ત્યારે રસીકરણ અને કોવિડની કામગીરી પર માઠી અસર પહોંચવાની સાથોસાથ કાયમી સ્ટાફને તહેવારોમાં ડબલ ડ્યુટી સોંપવાનો ભય ઉભો થતાં આ બાબતે યોગ્ય અને ન્યાયી કાર્યવાહી કરવામાં આરોગ્ય કર્મીઓએ આજે આરોગ્ય અધિકારીને  તેમજ મેયરશ્રીને રૂરૂ રજૂઆત કરી હતી. 

(4:07 pm IST)