Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

શહેરમાં ડેંગ્યુના અ...ધ...ધ...ધ ૪૯ કેસ

સપ્તાહમાં મેલેરિયાના ૧ તથા ચીકનગુનીયાનાં ૨ દર્દી નોંધાયા : ડેંગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાના સીઝનનો કુલ આંક ૩૩૯એ પહોંચ્યો : આજ બપોર સુધીમાં કોરોનાના શૂન્ય કેસ

મ્યુ.કોર્પોરેશનનાં મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા  ફોગીંગ, દવા છંટકાવ, પોરાનાશક  સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે વખતની તસ્વીર નજરે પડે છે.

રાજકોટ તા. ૧૮ :શહેરમાં કોરોનાં હવે લગભગ કાબુમાં આવી ગયો છે પરંતુ ં મચ્છરજન્ય રોગચાળાએ માથું  ઉંચકતા છેલ્લા ૭ દિવસમાં ડેન્ગ્યુ,  મેલેરિયાના ૫૨  કેસ નોંધાયા છે. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે.આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૫  થી તા. ૩૧  ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના ૪૯ તથા મેલેરીયાના ૧ તથા ચિકનગુનિયાના ૨ સહિત કુલ ૫૨ કેસ નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના ૨૭૩, મેલેરીયાના ૪૫ તથા ચિકનગુનિયાનાં ૨૧ કેસ નોંધાયા છે.

મચ્છર ઉત્પતિ સબબં ૨૩૧૯ને નોટીસઃ રૂ.૫૦ હજરનો દંડ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો દિવસે ને દિવસે આંતક ફેલાવતા તંત્ર ઉંધે માથે થયુ છે. મ્યુ.કોર્પોરેશનનાં મેલેરીયા વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના કેસ નોંધાયેલ વિસતારોમાં ફોગીંગ, મચ્છર ઉત્પતી અટકાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.જે અન્વેય ૭૪,૧૮૬ ઘરોમાં પોરાનાશક કામગીરી, ૬૧૪૩ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યુ  હતુ. બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ સહિતનાં ૬૧૫ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેેલ છે.

આ તપાસ દરમિયાન મચ્છર ઉત્પતિ જોવા મળતા બાંધકામ સાઇટ, ઇન્ડસ્ટ્રીઝ, રહેણાંક સહિતનાં ૨૩૧૯ને નોટીસ પાઠવી રૂ.૫૦ હજરનો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

બપોર સુધીમાં

લેવાયા હતા. જેમાં ૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૪૭,૫૩૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૪૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૯૬  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૧ ટકા એ પહોંચ્યો છે. હાલ ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

(4:08 pm IST)