Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કાળી ચૌદશઃ હનુમાનજીની પુજા પ્રાર્થના

આ દિવસે તમામ અશુભો દુર કરવામાં આવે છે. તેના માટે હનુમાનજીની પુજા પ્રાર્થના કરાય છે. આજના દિવસે એક પૌરાણીક કથા જોડાયેલી છે. શ્રી કૃષ્ણ ભગવાને સત્યભામાં સાથે જઇને ભૌમાસુર, નરકાસુર, તેનો નાશ કરી તેણે કેદ કરેલી ૧૬ હજાર સ્ત્રીઓને છોડાવી તેથી દેવોએ આનંદમાં આવી દીવા પ્રગટાવી દિપોત્સવ મનાવેલો. ત્યારબાદ આ ભૌમાસુર, નરકાસુર તે પૃથ્વી ઉપર પડયો અને છેલ્લા શ્વાસ લઇ રહયો હતો ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કીધુ કે મારી મૃત્યુ તિથિએ જે સુર્યોદય પહેલા સ્નાન કરે તેને નરકની પીડા ન થાય તે વરદાન ભગવાને આપેલુ બ્રહ્મમુર્હુત સ્નાનનો અધીક મહિમાં છે.

કૃષ્ણભગવાને નરકાસુરનો નાશ કરી અને સ્ત્રીઓના મનોરથ પૂર્ણ કર્ર્યા આ વાતને જ લક્ષ્ય બનાવી ભગવાનશ્રી સ્વામીનારાયણ આસોવદી ચૌદશના દિવસે જ વાત કરતા કહે છે કે ભગવાનશ્રી સ્વામીનારાયણે પોતાના ભકતોના મનોરથ પૂર્ર્ણ કરવાને કાજે પૃથ્વીપર દેહ ધરે છે અને તે સાથે અનેક જીવનુ કલ્યાણ કરે છે. અને ધર્મનું સ્થાપન કરે છે. શ્રીજી મહારાજે આજ દિવસે વડતાલ ગઢપુર, રાજકોટ, ભુપેન્દ્રભાઇ, બાલાજી મંદિરોમાં જયાં બિરાજતા ત્યાં ધર્મકુળની રીત પ્રમાણે હનુમાનજીનું પુજન કરી હનુમાનજીની દાસભકિતને બીરદાવી  છે. હનુમાનજીની જેવી દાસત્વ ભકિત આપણને સૌને પ્રગટે જય હનુમાનજીની સૌનુ કલ્યાણ કરજો. (૪૦.૫)

શાસ્ત્રી બટુક મહારાજ

કાળીપાટ ગામ

શ્રી સ્વામીનારાયણ મંદિરના

પુજારી

મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(1:11 pm IST)