Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ઝવેરીબજારમાં ધૂમ ખરીદી: મોડેસુધી જામશે ઘરાકીનો ધમધમાટ

સવારથી જ ગ્રાહકો ઉમંગભેર ઉમટ્યા :મોડે સુધી શુકનવંતી ખરીદીનો જામશે માહોલ : હળવા વજનના દાગીનાની જબરી માંગ:સિક્કા-લગડીનું પણ ધૂમ વેચાણ : લગ્નસરાની સીઝનની પણ ખરીદી

ધનતેરસના અવસરે ઝવેરીબજારમાં ગ્રાહકીનો માહોલ જામ્યો છે સવારથી શુકનવંતી ખરીદી કરવા ગ્રાહકો ઉમટી પડ્યા હતા તે વેળાની તસ્વીર નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )

રાજકોટ તા: 2 ઘનતેરસના શુકનવંતા અવસરે ઝવેરીબજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે આજ સવારથી જ ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી હતી ઘનતેરસના મહામુલા પ્રસંગે સોના ચાંદીની ખરીદીને શુભ મનાય છે ત્યારે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના દાગીનાના ઘડામણમાં અને ડાયમંડ જવેલરીની મજુરીમાં વિશેષ વળતર આપાય રહ્યું છે જેને બહોળો પ્રતિસાદ મળ્યાનું વેપારીઓ જણાવે છે 

   ઘનતેરસની શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઝવેરીબજારમાં અવનવા કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે જવેલરી માટે દેશ વિદેશમાં વિખ્યાત એવી રાજકોટની ઝવેરી બજારમાં ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે  આ ઉપરાંત હળવા વજનના બુટી ,બાલી ,વીટી પેન્ડલ,રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની  કાનની લટકણ બાલી ,સહિતની વેરાયટીઓ જોવા મળે છે

 ધનતેરસના અવસરે શુકનવંતી ખરીદીની સવારથી જ માહોલ જામ્યો છે અને મોડેસુધી બજારમાં ધમધમાટ રહેશે તેમ મનાય છે આ વર્ષે દિવાળી પર્વની ઉજવણીમાં જનજનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

   ઝવેરીબજારમાં દિવાળી પર્વે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના સભ્ય જવેલર્સ સોનાના આભૂષણોની ઘડામણમાં વિશેષ વળતરની ઓફર કરાયું છે જેમાં 10 ગ્રામ સોંનાના ઘરેણાની ખરીદી પર રૂપિયા 1250નું મજુરીમાં વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં 50 ટકા જેટલું જબરું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે

    વેપારીના જણાવ્યા મુજબ શરૂઆતમાં હળવા વજનના આભૂષણોની જબરી માંગ જોવા મળી હતી સાથોસાથ સોના-ચાંદીના સિક્કાનું પણ ધૂમ વેચાણ થયું હતું હળવા વજનના બુટી, બાલી,પેન્ડલ,ચેન ,વીટી અને ટ્રેડીશનલ આભૂષણોની માંગ સારી રહી હતી આ ઉપરાંત લગ્ન સરની સીઝન માટે બ્રાઈડલ જવેલરીની પણ ખરીદી રહી હતી સાથો સાથ ડાયમંડ જવેલરીએ પણકાઠું કાઢ્યું છે  યુવાઓમાં લોકપ્રિય એવી ડાયમંડ જવેલરીમાં બુટી,બાલી અને વિટીની જબરી માંગ હોવા સાથે હળવા વજનના સેટ,બંગડી સહિતની જવેલરીની ખરીદી હતી

(1:58 pm IST)