Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

નાલંદા તીર્થધામ ખાતે સોનલ સદાવ્રત સમારોહઃ ૧૪ વસ્તુઓનું વિતરણ

દિવાળીના તહેવારો પ્રસંગે

રાજકોટ તા. રઃ ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા. બ્ર. પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં છેલ્લા ર૦ વર્ષ થયાં મહેકતું માનવ રાહત, સોનલ સદાવ્રત, સોનલ શૈક્ષણિક સહાય,સોનલ સારવાર સહાયનું જીવદયા કાર્ય ચાલી રહ્યું છે. અત્યારની કારમી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ઇન્દુબાઇ મહાસતીજીના પરમ ભકતો તથા દિલાવર દાતાઓના સૌજન્યથી પૂ. સોનલબાઇ મહાસતીજીના માર્ગદર્શન હેઠળ આ માનવ રાહતનું કાર્ય ચાલી રહ્યું છે.

જેમાં દર મહિને અનેક વિવિધ જીવન જરૂરિયાતની કિટ આપવામાં આવે છે. જેમાં આજે સવારે નવકારશી સાધર્મિક બંધુઓને કરાવવામાં આવેલ. સાથે જ તેલ-ગોળ-ખાંડ-મમરા-પૌવા પ કિલો ઘઉંનો લોટ-મકાઇના પૌવા-મોરા સાટા-થાબડી-ચવાણું-લાપસી-મગ-ચણાનો લોટ-છાશની કીટ અપાયેલ.

આ પ્રસંગે દિલાવર દાતાઓ આગેવાનો, શ્રેષ્ઠીવર્યા, સંઘના પદાધિકારીઓએ હાજરી આપી હતી. આજે સવારે ભગવાન મહાવીરની યશોગાથા સમ પુચ્છિસ્સુણના જાપનું આયોજન પણ રાખવામાં આવેલ હતું.

આજના વિતરણના મુખ્યપ્રદાતા જય અંબે સેવા મંડળ રીનાબેન જીતુભાઇ બેનાણી, ઇન્દિરાબેન મહેતા, રેખાબેન, ભાવનાબેન રવાણી, આર. આર. બાવીસી પરિવાર આદિના સૌજન્યથી આજનું સોનલ સદાવ્રત સમારંભ ભવ્યાતિભવ્ય સંપન્ન થયો. આ પ્રસંગે અશોકભાઇ દોશી, જીતુભાઇ દોશી, જયેશભાઇ માવાણી, પ્રદિપભાઇ માવાણી, જયેશભાઇ સંઘાણી, નિલેશભાઇ શાહ, ભૂપેન્દ્રભાઇ મહેતા, હર્ષાબેન દોશી, ઉર્મિબેન વોરા, પ્રફુલભાઇ વોરા, સોનલ સેવા મંડળ, જંકશન યુવા મંડળે હાજર રહી સેવા બજાવી હતી.

(3:20 pm IST)