Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સાન્તાકલોઝની જેમ દિવાળીમાં શ્રી રામ, હનુમાનજી, ગણેશજી અને લક્ષ્મીજી બાળકોને ચોકલેટની ગીફ્ટ આપશે

રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા દિપાવલીના શુભ પર્વ પર અનોખી પહેલઃ મિલન કોઠારી : બાળકોને ભેટ, ભણતરની વસ્તુઓ, મીઠાઇ સાથે ભુલકાઓ ઝુમી ઉઠે તેવી પ્રભુ ધુન પણ ગુંજશે

રાજકોટ : જેમ ક્રિસમસના તહેવારોમાં  વિશ્વભરના બાળકોમાં એવી માન્યતા પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે સાન્ટા આવશે અને અવનવી ભેટ આપશે તેવી જ રીતે આપણા દિવાળીના પર્વમાં પ્રભુ શ્રીરામ, હનુમાનજી, ગણેશજી અને લક્ષ્મીજી પધારે તો કેવું લાગે ...બસ આ વિચાર માત્રને રાજકોટ જિલ્લા ભાજપ સંસ્કૃતિક સેલ દ્વારા આ વખતે અમલમાં મુકવામાં આવશે. જિલ્લા ભાજપ સંસ્કૃતિક સેલના ચેરમેન મિલન કોઠારીએ કહ્યું છે કે, જેમ નાતાલના દિવસોમાં વેપારીઓ અને મોલમાં સાન્તા કલોઝના કપડા પહેરીને લોકોને ઉભા રાખવામાં આવે છે અને બાળકોને ચોકલેટ વગેરે આપવામાં આવે કે તેવી જ રીતે આ વખતે દુકાનો અને મોલની બહારના ભાગે ભગવાન રામ, હનુમાનજી, ગણેશજી અને લક્ષ્મીનીના રૂપમાં લોકોને ઉભા રાખવામાં આવે અને તેમના મારફત બાળકોને ચોકલેટ અને અન્ય ગીફ્ટ આપવામાં આવે તો ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય.

મિલન કોઠારીએ જણાવ્યું છે કે, દિવાળીની રાત્રે લક્ષ્મીજી આપણા ઘરે આવે છે અને આપણને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. તેથી, આ વર્ષથી બાળકોને સમજાવવું જોઈએ કે માત્ર સાન્ટા જ નહીં, દિવાળીના દિવસે આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં જેમને આપણે શ્રદ્ધા પૂર્વક વંદન કરીએ છીએ એવા પ્રભુ શ્રી રામ, હનુમાન અને લક્ષ્મીજી સાથે બાળકોના પ્યારા ભગવાન શ્રી ગણેશ કે  તેઓ ઘરે આવશે અને તેમના માટે કેટલાક ગિફ્ટ,ભણતર માટેની વસ્તુઓ અને મીઠાઈ આપશે સાથે ભૂલકાઓ ઝૂમી ઉઠે એવી પ્રભુ ધૂન પણ ગુંજશે.

રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ભૂલકાઓને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવનાર છે.  બાળકોને ગિફ્ટ મળશે ત્યારે એમના કિલકિલાટ અને ચિચાયરીઓ નો આનંદ અનુભવાશે. આવું કરવાથી બાળકોને આપણાં ધાર્મિક પાત્રો પ્રત્યે આકર્ષણ થશે અને એમના વિશે જાણવાની ઉત્કંઠા થશે. જે કોઈ ગિફ્ટ આપો, એ વિશે પણ સમજાવો અને સ્વદેશી વસ્તુઓની જ ભેટ-સોગાદ આપવાનો આગ્રહ રાખવા યાદીમાં જણાવાયું છે.

 ભાજપ જિલ્લા સાંસ્કૃતિક સેલ કાર્યાલય ખાતે  તા. ૪ને ગુરુવારે સવારે ૯:૪૫ કલાકે દીપાવલી શુભ દિવસે યોજશે સમગ્ર આયોજનમા જિલ્લા ભાજપ પ્રમુખ. મનસુખભાઇ ખાચરીયા સાંસદ મોહનભાઇ કુડારિયા રામભાઈ  મોકરીયા મહામંત્રી નાગદાનભાઈ  ચાવડા મનસુખભાઇ રામાણી

 મનીષભાઈ ચાંગેલા જિલ્લા પંચાયત  પ્રમુખ ભુપતભાઈ બોદર ગુજરાત પ્રદેશ કન્વીનર બિહારી હેમુભાઈ  ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણ નિર્મળની યાદી જણાવેલ છે.

(3:21 pm IST)