Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

લગ્નની લાલચ આપી બદકામ કરવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ,તા. ૨ : લગ્નની લાલચ આપી બદકામ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીને નિર્દોષ મુકત કરી (પોકસો) સેશન્સ કોર્ટ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કામના ફરીયાદીએ રાજકોટના કુવાડવા પો. સ્ટે.માં આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬,૩૭૬ (૨), એચ.આઇ.એન. મુજબની ફરીયાદ કરેલી. જે ફરીયાદના અનુસંધાને આરોપી અરવિંદભાઇ કામઇભાઇ તળપદાની ધરપકડ કરી, તેની સામે પુરતા પુરાવા મળતા તેમની વિરૂધ્ધનો (પોકસો કેસનું ચાર્જશીટ ફાઇલ થયેલ)

આ કેસની ટ્રાયલના જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજ (સ્પે.પોકસો કોર્ટના) જજ શ્રીમતી કે.ડી.દવેની કોર્ટમાં ચાલેલો. જે. કેસની હકીકત સાહેદોના નીવેદનો અને બચાવ પક્ષના વકીલોની દલીલ રજુઆતને ધ્યાને લઇ, જોઇન્ટ જજ (પોકસો કોર્ટ) ના શ્રીમતી કે.ડી.દવેએ નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો હતો.

આ કામમાં અરજદાર/ આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રીશ્રી ચીમનભાઇ ડી.સાંકળીયા, અતુભાઇ બોરીચા, વિજયભાઇ સોંદરવા, મનીષાબેન પોપટ, પ્રકાશભાઇ એ.કેશુર, વિજયભાઇ ડી.બાવળીયા, અહેશાન એ.કલાડીયા, એન.સી.ઠક્કર, હરેશભાઇ રાઠોડ વગેરે રોકાયેલા હતા.

(3:22 pm IST)