Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ત્રીકોણબાગ પાસેથી એકસેસમાંથી દારૂના આઠ જગ અને દસ ચપલા સાથે બે પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ભરત આઇલાણી અને વિનય લોઢીયાની ધરપકડ

રાજકોટ તા. ર : ત્રીકોણબાગ પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે એકસેસમાંથી દારૂના  ૮ જગ અને ૧૦ ચપલા સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ત્રીકોણબાગ પાસે બે શખ્સો દારૂ લઇને નીકળવાના હોવાની ક્રાઇમ બ્રાંચની ટીમને મળેલી બાતમીના આધારે જી.જે.૧૬-બી.એફ.-પ૬ર નંબરના એકસેસમાંથી રૂ.૧૧ર૦૦ ની કિંમતના દારૂના ૮ જગ તથા રૂ.ર૦૦૦ ની કિંમતના ૧૦ ચપલા સાથે જંકશન પ્લોટ, ગાયકવાડીના સાધુવાસવાણી રોડ, ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટરના વિનય ગીરધરભાઇ લોઢીયા (ઉ.૩૪) ને પકડી લઇ દારૂ તથા એકસેસ મળી રૂ.૪૩,ર૦૦ ની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પી.એસ. આઇ. એમ.એમ.ઝાલા, હિરેનભાઇ, કિરતસિંહ, અશોકભાઇ દલાલ, ભગીરથસિંહ, ઉમેશભાઇ ચાવડા, સંજયભાઇ, જગદીશભાઇ વાંક, મહેશભાઇ મંઢ, દિપકભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:14 pm IST)