Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

જી.ઇ.બી.ના ડુપ્લીકેટ સીલ લગાડી વીજચોરી કરવાના ગુનામાં પકડાયેલ આરોપીનો છુટકારો

રાજકોટ તા. રઃ અત્રે જી.ઇ.બી.ના ડુપ્લીકેટ સીલ લગાડી વીજચોરીના ગુના સબબનો સનેઃ ૧૯૯૪ ના બનાવ અંગે કેસ ચાલી જતા આરોપીનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

રાજકોટ શહેરમાં કૃષ્ણનગર મેઇન રોડ શેરી નં. ૭, મવડી પ્લોટમાં રહેતા કારખાનેદાર પટેલ આગેવાન અશ્વિનભાઇ ઉર્ફે આંબાભાઇ વસ્તાભાઇ પટેલ કે જેઓ કહેવાતા બંસીધર ઇલેકટ્રો પ્લેટસના નામનું કારખાનું ભાડેથી રાખેલ હોવાનું તથા તેના મકાન માલીક ધીરજલાલ ડી. વાઘેલા, ઠે.: પટણી હોસ્પિટલ પાસે રાખેલ હોવાનું અને તે કારખાનામાં આરોપીએ ઇલેકટ્રીક કનેકશનના મીટર ઉપર જે-તે સમયે જી.ઇ.બી.ના ડુપ્લીકેટ સીલ લગાવી, ચેડા કરી, વીજ ચોરી કરેલ હોય અને તે અંગે તા. ૦પ-૦પ-૧૯૯૪ના રોજ અજીતસિંહ ગુલાબસિંહ ઝાલાએ લેખિત ફરિયાદ ''બી'' ડીવીઝનમાં આપેલ. ત્યારબાદ પોલીસ તપાસ દ્વારા ગુનો બનતો હોવા સબબ સનેઃ ૧૯૯૬માં ચાર્જશીટ રજુ કરેલ હતું.

આરોપી તરફે રોકાયેલ વકિલશ્રી હર્ષદકુમાર એસ. માણેકની દલીલોમાં જણાવેલ કે, મુળ ફરિયાદમાં આરોપીનું નામ નથી, ઘણા લાંબા સમય બાદ ચાર્જશીટ થયેલ છે, મુદ્દામાલ કે જે ડુપ્લીકેટ સીલ બનાવવાનું મશીન કબજે કરેલ નથી કે કોર્ટ સમક્ષ રજુ કરેલ નથી. કહેવાતા મુળ મુખ્ય આરોપી બશીરભાઇને આ હાલના કેસમાં આરોપી તરીકે દર્શાવેલ નથી, જી.ઇ.બી.ના તમામ સાહેદો ફકત કામગીરી દર્શાવવા અંગેનું જણાવે છે અને તેમાં પણ વિરોધાભાસ જણાવે છે. આમ સરકાર તરફે ફરિયાદપક્ષ મુજબનો કેસ સાબિત કરી શકતા નથી, તદ્દન નિષ્ફળ ગયેલ છે. આવી તમામ દલીલમાં કરેલ રજુઆતો ધ્યાને લઇ, માન્ય રાખીને, રાજકોટના જયુડી. મેજી. એસ. એમ. ક્રિસ્ટી જજ સાહેબે વિસ્તૃત ચુકાદો આપીને આરોપીનો નિર્દોષ ઠરાવી, છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે અને ર૭ વર્ષ જુનો કેસમાં ચુકાદો આપી કેસ ફેસલ કરેલ છે.

આ કામના આરોપી અશ્વિનભાઇ ઉર્ફે આંબાભાઇ વસ્તાભાઇ પટેલ વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ. માણેક, ધનજીભાઇ પી. પટેલ, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા, હેતલબેન ભટ્ટ રોકાયેલ છે.

(3:24 pm IST)