Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કરિયાણાના વેપારીએ દૂકાનમાં કઠોળની પેટીઓમાં દારૂ પણ સંઘર્યો'તોઃ ક્રાઇમ બ્રાંચે શોધી ધરપકડ કરી

અમીન માર્ગ પર વાઘેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાં દરોડોઃ મિલપરાના વેપારી તેજસ રૂપારેલીયાની ધરપકડઃ પીએસઆઇ  વી. જે. જાડેજાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨: શહેર ક્રાઇમ બ્રાંચની પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમે વધુ એક વખત એવું સાબિત કર્યુ છે કે-તુમ લાખ છુપાઓ માલ મગર, પુલીસ કો પત્તા ચલ જાયેગા. અગાઉ પાણીના કેરબા, ભોં ટાકા,  પ્લાસ્ટીકના કેરબાના તળીયા કાપી છુપાવાયેલો દારૂનો જથ્થો આ ટીમે પકડી આરોપીઓને દબોચ્યા હતાં. આ વખતે અમીન માર્ગ પર વાઘેશ્વરી પ્રોવિઝન સ્ટોરમાં દરોડો પાડી દૂકાનમાં કઠોળ ભરવાની પેટીઓમાં કઠોળ અનાજ વચ્ચે છુપાવાયેલી દારૂની બોટલો સાથે વેપારીની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ અમીન માર્ગ પર ભરવાડવાસ સામે આવેલ વાઘેશ્વરી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં દારૂનો જથ્થો પડયો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ તથા સ્નેહભાઇ ભાદરકાને બાતમી મળતા વાઘેશ્વરી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં દરોડો પાડી દુકાનમાં તલાશી લેતા અનાજની ગુણીમાંથી રૂ. ૧પ૦૦ની કિંમતની દારૂની ત્રણ બોટલ મળી આવતા વેપારી તેજશ દિનકરરાયભાઇ રૂપારેલીયા (રહે. મીલપરા મેઇન રોડ લક્ષ્મીવાડી) ને પકડી લીધો હતો. પૂછપરછમાં દારૂ વેંચવા માટે લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરી પીઆઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, રાજદીપસિંહ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ, મહેશભાઇ, શકિતસિંહ સ્નેહભાઇ, કુલદીપસિંહ તથા જયદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(4:14 pm IST)