Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ચેક રિટર્નના કેસમાં જમીન મકાનના ધંધાર્થીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા આદેશ

રાજકોટ, તા.૨: રાજકોટમાં રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે રહેતા જમીન મકાનનો ધંધાર્થી આરોપી વલ્લભ નરશી વેરાયાને ૧ વર્ષની સજા કોર્ટ  ફરમાવી હતી.

આ કામના ફરીયાદી સામતભાઇ મેરામભાઇ ગાણોલીયાએ આ કામના આરોપીને કટકે કટકે હાથ ઉછીના પેટે રૂપિયા છ લાખ રોકડા આપેલ હતા.

ફરીયાદીએ ઉપર મુજબની અમારી કાયદેસરની લેણી રકમ આરોપી પાસે પરત માંગતા આરોપીએ લેણી રકમ પેટે આરોપીના ખાતાવાળી બેન્કનો રૂપિયો છ લાખ પુરાનો પોતાની સહી કરી લખી આપેલ અને વચન અને વિશ્વાસ આપેલ કે સદર ચેક બેંકમાં રજુ કરવાથી ચેક મુજબની રકમ મળી જશે, પરંતુ ચેક રીટર્ન થતા ફરીયાદીએ નોટીસ મોકલેલ પરંતુ સામે નોટીસનો જવાબ ન મળતા ફરીયાદીએ ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ.

આ કેસ આગળ ચાલતા ફરીયાદી વતી રોકાયેલ એડવોકેટસ બાલાભાઇ સેફાતરાએ દલીલો રજુ કરેલ, ત્યારબાદ સુપ્રિમ કોર્ટના જજમેન્ટો રજૂ કરેલ હતા, ત્યારબાદ બંને પક્ષની રજુઆતો અને દલીલોને ધ્યાને લઇને આરોપી વલ્લભ નરશી વેરાયાને ચેક રીટર્ન કેસમાં તકસીરવાર ઠરાવી ૧ વર્ષની સાદી કેસની સજા ફટકારેલ અને ૬૦ દિવસમાં પુરેપુરી રકમ ચુકવી આપવા કોર્ટ હુકમ કરેલ હતો.

આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ બાલાભાઇ એન.સેફાતર, વિજયભાઇ બી. જોષી, ચિરાગ મેતા રોકાયેલ હતા.

(3:26 pm IST)