Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પ્રતિબંધીત ફટાકડા વેંચતા ૩ અને રસ્તા પર ફટાકડા ફોડતા ૩ સામે પોલીસે ગુન્હા નોંધ્યા

ક્રાઇમ બ્રાંચ અને એસ.ઓ.જી.ની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ર : દિવાળીના તહેવાર અંતર્ગત ફટાકડા વેંચવા અંગે અને ફોડવા અંગેના જાહેરનામાનો પોલીસ કડક અમલ કરાવી રહી છ. ત્યારે ક્રાઇમ બ્રાંચ તથા એસ.ઓ.જી.ની ટીમે જુદા-જુદા વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ખાતે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમા રૈયા રોડ, બાલાજી કોમ્પ્લેક્ષ પાસે ફુટપાથ પર લાયસન્સ વગર  ફટાકડા વેંચતો કલ્પેશ રઘુભાઇ ચોવટીયા, નાના મવા મેઇન રોડ પ્રતીલોક પાર્ટી પ્લોટ કમ્પાઉન્ડમાં ચામુંડા સીઝન સ્ટોરમા પ્રતિબંધીત ફટાકડા વેચતા ભરત ચંદુભાઇ ભલસોડ, રૈયા રોડ તીરૂપતીનગરમાં ફટાકડાના સ્ટોલમાં રજીસ્ટર નહી રાખી અને ફાયર સેફટીના સાધનો નહી રાખનાર સુરેશ ગોરધનભાઇ કાકડીયા તથા બજરંગ વાડી મેઇન રોડ પર સ્ટોલ ધારક જાહીદ સુલેમાન ખાફીક, સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હા દાખલ કરી કાર્યવાહી કરી હતી. તેમજ સાધુવાસવાણી રોડ ગુરૂજી આવાસ યોજના કવાર્ટર પાસે જાહેર રસ્તા પર હર્ષ ઉર્ફે મોરલ રજનીભાઇ દવે, સોહીલ ઉસ્માનભાઇ બુકેરા તથા સદર બજાર મેઇન રોડ પરથી પ્રતિક જીતેન્દ્રભાઇ ભીમાણીને જાહેરમાં રસ્તા પર ફટાકડા ફોડતા પકડી લઇ ગુન્હા દાખલ કરી કાર્યવાહી કરી હતી.

(4:04 pm IST)