Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ન્યારી ડેમસાઇટ પરથી ૬૦૦ કીલો કચરો એકત્રીત : સ્વચ્છતા અભિયાન

 રાજકોટઃ સ્વચ્છતા ભારત મિશન ર અને સરદાર વલ્લભભાઇ પટેલના જન્મ દિવસે નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના પ્રસંગ, રાજકોટ મહાનગરપાલિકાની સોલીડવેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના મહત્વના પર્યાટનના સ્થળ એવા ન્યારી ડેમ ખાતે રોટરી કલબ, બેડમિન્ટન સ્મેશ ટીમ અને ઇન્ટરેકટ ટીમ, ગેલેકસી સ્કુલ (વાડી)ના સહયોગથી ગઇકાલે રવિવારના રોજ ન્યારી ડેમ સાઇટ ખાતેથી કચરો એકત્રિત કરવાનો કાર્યક્રમ યોજવામાંં આવેલ આ કાર્યક્રમાં રોટરી કલબના હરસુખભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકાના નાયબ ઇજનેરશ્રી તુવારના માર્ગદર્શન હેઠળ તથા વોર્ડ એસ.આઇ. ચાવડા તેમજ તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરીજનો તેમજ અલગ-અલગ સ્પોર્ટસની ટીમના સભ્યો ઉપસ્થિત રહી ન્યારી ડેમ સાઇટ ખાતેથી પ૦૦ થી૬૦૦ કિલો જેટલો કચરો એકત્રિત કરવામાં આવેલ. તેવખતની તસ્વીર

(4:07 pm IST)