Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મ.ન.પા.ના તંત્રએ સંસ્થાઓની મદદથી ગંદકીગ્રસ્ત વિસ્તારોની સફાઇ કરી : બ્યુટીફિકેશન કરાવ્યું

આલાપ ગ્રીન, મિલાપનગર વિસ્તારમાં કચરાના ઢગલા દુર કરી રંગીન ચિત્રો બનાવાયા

રાજકોટ : સ્વચ્છ ભારત મિશન અર્બન–૨.૦ અંતર્ગત તહેવારના દિવસો દરમ્યાન રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વેસ્ટ ઝોન હસ્તના વોર્ડમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આજરોજ શહેરના સ્થાનિક એન.જી.ઓ.ના સહકારથી તમામ ગંદકી સંભવિત વિસ્તારની સાફ સફાઈ તેમજ બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરેલ. જેમાં વોર્ડ નં.૦૧માં આવેલ આલાપગ્રીન સોસાયટી, રૈયા રોડ સોસાયટીના સહયોગથી દીવાલ પર ચિત્ર નગરી દ્વારા સ્વચ્છતા લગતના ચિત્ર દોરવા અંગેની કામગીરી કરવામાં આવેલ વોર્ડ નં.૧૦ માં મિલાપ નગર વિસ્તારના રહેવાસીઓ દ્વારા મિલાપનગરની સફાઈ કરેલ. જેમાં કુલ ૧૦ માણસો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરેલ વોર્ડ નં. ૯ માં આવેલ પી.એફ. ઓફિસની આસપાસનો વિસ્તાર, રવિ રત્ન મંદિર અને દેવાલય એપાર્ટમેન્ટ જલારામ નગર -૩ માં કુલ ૧૮ માણસો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ વોર્ડ નં.૧૨માં આદર્શ સીટીના રહેવાસીઓ દ્વારા આદર્શ સીટીની આસપાસ કુલ ૮ સભ્યો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરેલ, વોર્ડ નં.૧૦માં આવેલ ત્રણ માળીયા કવાર્ટર, આંગણવાડી, યુનિવર્સીટી રોડ ન્યુસન્સ પોઇન્ટ હોય જેને સી.સી. વર્ક કરી પાર્કિંગ સુવિધામાં ફેરવી દીધેલ આ કામગીરીમાં રાજકોટ મહાનગર પાલિકા તરફથી વેસ્ટ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર ડી.યુ.તુવર ના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના મદદનીશ પર્યાવરણ ઇજનેર રાકેશભાઈ શાહ અને ભાવેશભાઈ ખાંભલા તથા વોર્ડ નં.૧૦ના એસ.આઈ. કેતનભાઈ લખતરીયા એસ.એસ.આઈ. નીતિનભાઈ પરમાર અને વોર્ડ નં.૦૯ ના એસ.આઈ. મનોજભાઈ વાઘેલા અને એસ.એસ.આઈ. ઉદયસિંહ તુવરા વોર્ડ નં.૧૨ ના એસ.આઈ. કૌશિકભાઈ ધામેચા એસ.એસ.આઈ. સંજયભાઈ ચાવડા હાજર રહી કાર્યકમમાં જોડાયેલ હતા.

(4:36 pm IST)