Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દિવાળી ઉજવો જોહર કાર્ડસ-જોહર ગેલેરીને સંગ

શોપીસ, વોટર ફાઉન્ટેન, ડ્રાયફુટ ગીફટ બોક્ષ, તોરણ, ચોકલેટ મોચા, સ્પેશ્યલ ગીફટ કાર્ડસ તથા ડેકોરેશનમાં ઢગલાબંધ આઇટમો

રાજકોટઃ તા.૨, તહેવારો શરૂ થઇ ગયા છે. ત્યારે જોહરકાર્ડસ અને જોહર ગેલેરીમાં ઢગલાબંધ વેરાયટીઓનો ખજાનો આવી ચુકયો છે.

કેન્ડલો, શોપીસ,જવેલરી, વોટર ફાઉન્ટેન, ચોકલેટ, ડેકોરેશન આઇટમો, ડ્રાયફ્રુટ ગીફટ બોક્ષ, તોરણ, કાર્ડસની અઢળક આઇટમો પાવનપર્વ દિવાળીને હવે બે જ દિવસ બાકી હોય બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહયો છે ત્યારે ઘર, દુકાનો, ઓફીસોને ઝગમગાટ  લાવવા અનેકવિધ વેરાયટીઓ જોવા મળી રહી છે.

અહી ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહરકાર્ડસ તથા પ્રેમમંદિર રોડ, ગાર્ડન સામે, કાલાવડ રોડ સામે આવેલ જોહર ગેલેરીમાં આ વર્ષે અવનવી આઇટમો આવેલ છે.

 યુસુફભાઇ તથા હસનેનભાઇએ જણાવ્યુ કે આ વર્ષે સ્પે. સંખ્યાબંધ વેરાયટીઓમાં કેન્ડલો આવેલ છે. જેવી કે સેન્ટેડ કેન્ડલો જેમાં ચોકલેટ મોચા, તજ, લવીંગ, રોઝ, વેનીલા, સ્ટ્રોબરી, ઓરેન્જ, કોકોનેટ, બ્લુબેરી, એપલ , લેમન જેવા અલગ અલગ સુંગધ વાળી આવેલ છે માટલા કેન્ડલ, જાર કેન્ડલ, પાણીમાં તરતી કેન્ડલ, એલઇડી લાઇટવાળી, વાઇન ગ્લાસ કેન્ડલ, ફાન્સ  કેન્ડલ, ગીફટ આપવા માટે સ્પે. ગીફટ પેકીંગમાં કેન્ડલો, રાજસ્થાન શોપીસ, પોલીસ્પોના વિવિધ પ્રકારના ભવ્ય શોપીસ, વોટર ફાઉન્ટેન, હેપી મેન (બુઠ્ઠા) ફોટો ફ્રેમ જે ૧ ફોટાથી લઇ ૧૫ ફોટાઓ આવે તેવી વીન્ડરેઇમ, ટેબલ લેમ્પ, મેજીક મીરર ફોટો, ફોટો ફ્રેમ, વોલ કલોક, રીવોલ્વીંગ ફોટો ફ્રેમ, સ્પે. સેલીબ્રેશન પ્રખ્યાત કંપનીના ચોકલેટના ગીફટ બોક્ષ, ડ્રાયફ્રુટના ગીફટ બોક્ષ, ગીફટ બેગ, અમેરીકન ડાયમંડ જવેલરી, કપલ રીંગ, હાફસેટ, બુટીયા, વીટીં, કડા, લોકેટ, સજાવટ માટે ડેકોરેશનના આઇટમો તોરણ, શોફટ ટોયઝના લાયન, ટાઇગર, ટવીટી, પાન્ડા, સ્માઇલી આવેલ છે. રીસ્ટવોચમાં ડાયમંડવાળી ગોલ્ડ પ્લેટેડ બેલ્ટવાળી, રોઝ ગોલ્ડ, મેગ્નેટ બેલ્ટવાળી રીસ્ટવોચમાં સંખ્યાબંધ ડીઝાઇનમાં આવેલ છે. હેરીટેઇઝકાર, બાઇક વીથ કલોક પણ મળશે.

આ ઉપરાંત દિવાળી કાર્ડસ લખનાર વર્ગ હજુપણ દિવાળી કાર્ડસની ખરીદી કરીને મોકલે છે. દિવાળી કાર્ડસમાં સંખ્યાબંધ ડીઝાઇનોમાં આવેલ છે. ઘર, દુકાનો, ઓફીસો સજાવવા માટે તેમજ ગીફટ આપવા માટે જોહરકાર્ડસ તથા જોહર ગેલેરીની એક વખત અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.

(4:38 pm IST)