Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ત્રણ નવા વિભાગનો શુભારંભ

રાજકોટ : આજે ધનતેરસના શુભ દિવસે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન અને મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડ મા હવેથી સ્ત્રી રોગના નિદાન અને સારવાર, કિડની ડાયાલીસીસ યુનિટ અને યુરોલોજીની સારવાર હવેથી દર્દીઓને મળશે. ક્રાઇસ્ટ ટેલિમેડિસિન ક્લિનિકનો પણ શુભારંભ થયો છે. જેના દ્વારા ગામડામા દર્દીને વિડીયો કન્સલટેશન દ્વારા બેઝિક સારવારનું માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ડે મેયર ડો દર્શિતાબેન શાહ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, નાગદાનભાઈ ચાવડા, વોર્ડ નં ૩ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઈ ઉધરેજા વગેરે ઉપસ્થિત રહ્ના હતા.

(4:41 pm IST)