Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગરોડ ખાતે યોજાયેલ રંગોળી સ્પર્ધામાં ચિત્રકારોએ રંગોળી દોરવાનો પ્રારંભ કર્યો : 400થી વધુ એન્ટ્રીનું રજીસ્ટ્રેશન થયું

હોબી આર્ટિસ્ટોનું પણ રંગોળી દોરવા સ્વાગત છે : કોઈ ફી નહી : કોઈ થીમ ન નહી : આર્ટિસ્ટ પોતાની પસંદગી મુજબ ચિત્ર દોરી શકશે.

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગરોડ ખાતે યોજાયેલ રંગોળી સ્પર્ધામાં

ચિત્રકારોએ રંગોળી દોરવાનો પ્રારંભ કર્યો છે રંગોળી સ્પર્ધામાં 400થી વધુ એન્ટ્રીનું રજીસ્ટ્રેશન થયું છે

મહાનગરપાલિકા દવારા યોજિત રંગોળી સ્પર્ધામાં જે આર્ટિસ્ટોએ રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તેઓ શોખથી રંગોળી દોરવા ઇચ્છતા હોય તો તેઓનું પણ સ્વાગત છે. હોબી આર્ટિસ્ટ માટે  કોઈ ફી રાખવામાં આવેલ નથી. તેમજ તેઓ માટે  કોઈ થીમ પણ નથી.  આર્ટિસ્ટ પોતાની પસંદગી મુજબ ચિત્ર દોરી શકશે.
આ કલાકારો માટે પણ થોડી જગ્યા જુદી રાખવામાં આવેલ છે. તેઓ રેસકોર્સ રિંગ રોડ ખાતે રાજકોટ મહાનગરપાલિકાના હેલ્પ ડેસ્ક પર જઈને રંગોળી માટેનો બ્લોક પ્રાપ્ત કરી શકાશે.

(8:36 pm IST)