Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સમય ટ્રેડીંગ અને આશિષ ક્રેડીટના રોકાણકારોના ૫૧ કરોડની ઉંચાપતના કેસમાં ત્રણ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૨: અત્રે સમય ટ્રેડિંગ તથા આશિષ ક્રેડિટના ૪૫૧ રોકાણકારોના ૫૧ કરોડ રૂપિયા ઉંચાપતના કેસમાં ત્રણ આરોપીઓનો રાજકોટ સેશન્સ કોર્ટ રેગ્યુલર જામીન ઉંપર છુટકારો ફરમાવેલ છે.
આ બનાવ અંગે પોલીસ કેસની ટૂંકી વિગત પ્રમાણે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રાજેશભાઇ જીવરાજભાઈ વાઘેલાએ તા.૩૦/૦૩/૨૦૨૧ ના રોજ સમય ટ્રેડિંગ તથા સાઈ સમય ટ્રેડિંગ તથા આશિષ ક્રેડિટ કો - ઓપરેટિવ સોસાયટી લિમિટેડ વિરુદ્ધ રોકાણકારોની મરણ મૂડી સમાન રૂપિયાનું વધુ રિટર્ન આપવાની લાલચ પ્રલોભન આપી વિશ્વાસમાં લઈ તેમના રોકાણનું દર મહિને ૧૦ ટકા લેખે વળતર મળશે તેવું જણાવી ઘણા બધા રોકાણકારોના રૂપિયા ઓળવી જવાની ફરિયાદ આપેલ હતી.
આ પેઢીઓના ચેરમેન પ્રદીપભાઈ ડવેરા તથા પાર્ટનર દિવ્યેશભાઈ કલાવડિયા તથા હિતેશ લુક્કા તથા તપાસમાં ખૂલે તે તમામ એજન્ટો વિગેરે વિરુદ્ધ પોલીસે ત્ભ્ઘ્ કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦(ગ્) તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટસ (ઞ્ભ્ત્ઝ઼) એક્ટ ની કલમ-૩ અન્વયે ગુનો નોંધલ તથા તપાસ દરમિયાન ધ પ્રાઇસ ચિટ એન્ડ મની રેગ્યુલેશન એક્ટની કલમ-૪ નો ઉંમેરો કરી તપાસ ચાલુ કરેલ તથા તપાસ દરમિયાન આરોપીઓ દીપક રાઘવજીભાઈ કોટડીયા, વિનોદભાઈ વિનુભાઈ પરસોતમભાઈ બેરા તથા મનીષભાઈ ચીમનલાલ બેરાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.
આરોપી દીપક કોટડીયા વિરુદ્ધ ઉંપરોક્ત પેઢીના એજન્ટ તરીકે ગુનાહિત કાવતરાના ભાગરૂપે ૭ કરોડથી વધુ કમિશન મેળવવાનો આરોપ હતો તથા અન્ય બે આરોપી વિનુભાઈ તથા મનીષભાઈ વિરુદ્ધ આરોપી દીપક કોટડીયાને આશરો આપી તેની પ્રોર્પટી સરકાર હસ્તગત ન કરી લ્યે તે હેતુથી પોતાના તથા પોતાના સગાઓના નામે હાલની જ્ત્ય્ નોંધાય ગયા બાદ કરાવી લઈ રોકાણકારોને તેમના નાણાં પરત ન મળે તેવું કાર્ય કરી ગુન્હો કર્યાનો પોલીસનો સહેદોના નિવેદનો આધારે આરોપ હતો.
આ કેસમાં પોલીસે આશરે ૮૦૦થી વધારે સાહેદોના નિવેદનો લીધેલા અને આરોપી દીપક કોટડીયા વિનુભાઈ બેરા તથા મનીષભાઈ બેરાની ધરપકડ કરી જેલ હવાલે કરેલા. જેથી જેલહવાલે રહેલ ત્રણ આરોપીઓએ પોતાના વકીલ રૂપરાજસિંહ પરમાર મારફત રાજકોટના ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારેલ જેમાં બંને પક્ષોની રજૂઆતો, પોલીસનું આરોપી વિરુદ્ધનું સોગંદનામુ, ઉંચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓ, કેસની હકીકતો વિગેરે બાબતો ધ્યાને લઈ ત્રણેય આરોપીઓની રેગ્યુલર જામીન ઉંપર મુક્ત કરવાનો હુકમ રાજકોટ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે કરેલ છે.
આ કેસમાં આરોપી દીપક રાઘવજીભાઈ કોટડીયા, વિનોદ ઉંર્ફે વિનુભાઈ પરસોતમભાઈ બેરા તથા મનીષ ચીમનલાલ બેરા વતી રાજકોટના વકિલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, હુસેનભાઇ હેરંજા, જયદેવસિંહ ઝાલા તથા શક્તિભાઈ ગઢવી રોકાયેલ હતા.


 

(11:28 am IST)