Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રામનાથપરાનો અફઝલ ઉર્ફ જોન કાણીયા ત્રંબા પાસેથી કારમાં ૧૨૦ બોટલ દારૂ સાથે પકડાયો

ડીસીબીના ક્રિપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા અને મૈસુરભાઇ કુંભારવાડીયાની બાતમી

રાજકોટ તા. ૨: ત્રંબા બસ સ્ટેશન પાસેથી રામનાથપરા હુસેની ચોક કેજીએન પાન પાસે 'બાગ-એ-ફાતેમા' ખાતે રહેતાં અફઝલ ઉર્ફ જોન જુમાભાઇ કાણીયા (લંઘા) (ઉ.૩૧)ને જીજે૦૩એલઆર-૩૫૭૯ નંબરની કારમાં રૂ. ૪૮ હજારના ૧૨૦ બોટલ દારૂ સાથે પકડી લઇ કુલ ૩,૪૯,૧૨૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ શખ્સ અગાઉ લોધીકામાં દારૂના ગુનામાં પકડાયો હતો.

ડીસીબીના ક્રિપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા અને મૈસુરભાઇ કુંભારવાડીયાની બાતમી પરથી પીઆઇ વી. કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. અંશુમનભા ગઢવી, વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ઘોઘારી, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા સહિતે આ કામગીરી સીપી, જેસીપી, ડીસીપી, એસીપી ક્રાઇમની સુચના અને માર્ગદર્શન હેઠળ કરી હતી.

(11:32 am IST)