Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

૧ કિલો સોનાના પ્લેટની ચોરીમાં ફરાર વિજયની માહિતી આપનારને ઇનામ મળશે

માલવીયાનગર પોલીસ શોધી રહી છે મોરબી રોડ પર રહેતાં મુળ ચોટીલા ખરેડીના શખ્સને

રાજકોટ તા. ૨: માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કીલો સોનાની પ્લેટની ચોરીના ગુનામાં મોરબી રોડ વેલનાથપરા-૬માં રહેતો વિજય નટુભાઇ નાગાણી જે મુળ ચોટીલાના ખેરાણા ગામનો છે તે સતત ફરાર હોઇ શોધખોળ કરવા છતાં મળતો ન હોઇ પોલીસે તેની તસ્વીર જાહેર કરી છે અને આ શખ્સ વિશે માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે.

પીઆઇ કે. એન. ભુકણે જણાવ્યું છે કે જે કોઇ માહિતી આપશે તેનું નામ ગુપ્ત રખાશે. કોઇને વિજય જોવા મળે તો ફોન ૦૨૮૧ ૨૩૮૦૦૪૬, મો. ૯૦૩૩૩ ૯૯૪૫૬, ૯૮૦૧૧ ૦૦૦૩૦૩, ૯૮૨૫૩ ૩૩૪૨૦ ઉપર જાણ કરવી.

(12:33 pm IST)