Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મુંજકામાં રહેતા બીજલભાઇને ઉલ્ટી થયા બાદ મોત

રાજકોટ,તા. ૨ : યુનિવર્સિટી રોડ પર મુંજકા ગામમાં રહેતા યુવાનને ઉલ્ટીઓ થયા બાદ તેનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.મળતી વિગત મુજબ મુંજકા ગામમાં રહેતા બીજલભાઇ સીદીભાઇ છૈયા (ઉવ. ૪૨) ગઇ કાલે પોતાના ઘરે હતા ત્યારે તેને એકાએક ઉલ્ટીઓ થતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને તાકીદે સારવાર માટે તેને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ અજયસિંહ ચુડાસમાએ પ્રાથમીક કાગળો કરી યુવાનના મૃત્યુ પાછળનું કારણ જાણવા વીસેરા લેવામાં આવ્યા હતા. આ અંગે હેડ કોન્સ. ભગીરથસિંહ ખેરે તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)