Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

''આપ'' દ્વારા સંગઠન સમીક્ષા બેઠક

 આમ આદમી પાર્ટી શહેર એકમના મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ આપ-નેતા શ્રી ઇશુદાનભાઇ ગઢવી તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનોજભાઇ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ, તેમજ પ્રદેશ મંત્રી વિજયભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં સંગઠન સમીક્ષા બેઠક યોજાઇ હતી. શહેરના હોદેદારશ્રીઓ તેમજ તમામ મોરચાનાં પદાધિકારીઓ તથા તમામ વોર્ડમાંથીપ્રભારીઓ, પ્રમુખો સંગઠન મહામંત્રીઓ, મહામંત્રીઓ ઉપસ્થિત રહેલ. આ મિટીંગમાં શહેર અધ્યક્ષ શ્રી શિવલાલ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકારવામાં આવેલ. પ્રદેશ આપ-નેતા શ્રી ઇશુદાનભાઇ ગઢવી દ્વારા એક વ્યકિત ૧૦૦ વ્યકિત જોડશે એવું માર્ગદર્શન આપી આ અભિયાન ચાલુ કરવાનું જણાવેલ. કાર્યક્રમનું સંચાલન રાજકોટ શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ.

(3:48 pm IST)