Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સુર સંગમ મ્યુઝીકલ ગ્રુપ દ્વારા ગીત સંગીતનો કાર્યક્રમ

 સંગીત સંસ્થા સુર સંગમ મ્યુઝીકલ ગ્રુપ દ્વારા ઇવનીંગ પોસ્ટ ખાતે ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના કલાકારો સર્વશ્રી રાજેન્દ્ર શુકલ, હર્ષલ ભટ્ટ, મહેશ મકવાણા, દિપક કકકડ, ડો. અક્ષય ગોસ્વામી, અજય દવે, શ્રીમતી જયશ્રીબેન ચૌધરી, કિશોર સાપરીયા, મુબારક મકવાણા, દિપક ગોસાઇ, ઘનશ્યામ અગ્રાવતે કંઠનો જાદુ પાથરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સંસ્થાના પ્રમુખ સુરેશભાઇ વ્યાસે પણ 'ચલ ઉડ જા રે પંછી ગીત' રજુ કરી દાદા મેળવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને ઉદ્દઘોષણા જયોતિબેને સંભાળી હતી.

(3:48 pm IST)