Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વિશે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા માર્ગદર્શન અપાયું

એકિસસ મલ્ટિકેપ યોજનામાં રોકાણ વળતરરૂપઃમેહુલ રવાણી

રાજકોટઃતા.૨:એકિસસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મલ્ટીકેપ યોજના ૨૬ નવેમ્બર ના રોજ ખુલ્લી મુકવામાં આવેલી છે.જે અંતર્ગત અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણી દ્વારા રોકાણ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.

આ યોજના લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓમાં રોકાણ કરશે જે SEBI દ્વારા આપવામાં આવેલા મલ્ટી કેપ યોજનના બંધારણ મુજબ લાર્જકેપમાં ૨૫%, મિડકેપમાં ૨૫% , સ્મોલકેપમાં ૨૫% ટકા અને સંયુકત રીતે બધામાં ૨૫% માં રોકાણ કરે છે.

આ બંધારણથી રોકાણકારોને દરેક પ્રકારની અને દરેક ક્ષેત્રની કંપનીઓમાં રોકાણ કરવાની તક મળે છે. સ્મોલકેપ અને મિડકેપ ના વળતર વધુ હોય છે પણ લાર્જ કેપ કરતાં થોડું જોખમ પણ વધુ હોય છે અને મોટાભાગના રોકાણકારો ડરને લીધે સ્મોલકેપ અને મિડકેપમાં રોકાણ નથી કરતા અને તેને લીધે સારા વળતરથી વંચિત રહે છે. મલ્ટી કેપ યોજના આ બધી જ બાબતો નું એટલે કે જોખમોનું અને વળતરનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

મલ્ટી કેપ યોજના તમને લાર્જ કેપની સ્થિરતા, મિડકેપના વિકાસ અને સ્મોલકેપની ક્ષમતાનો લાભ આપે છે. મલ્ટી કેપ યોજના રોકાણનો એક ઉત્ત્।મ વિકલ્પ છે. એકિસસ મ્યુચ્યુઅલ ફંડ કવોલિટી અને ગ્રોથના અભિગમથી પોર્ટફોલિયોનું નિર્માણ કરે છે આ અભિગમમાં એવી કંપનીઓમાં રોકાણ કરે છે જેના માલિક નીતિ પ્રમાણિત છે, જેમાં સારી વૃદ્ઘિ છે અને આવનારા સમયમાં જે જળવાઈ રહે, જેમનું દેવું નહીંવત હોય અને એમનો નફો લાંબા સમય સુધી જળવાઈ રહે, જે એમના સેકટરમાં અગ્રણી હોય અથવા તો અગ્રણી બનવાની હોય.

જેમ આપણે જાણીએ છીએ કે એકિસસ મ્યુચ્યુઅલ ફંડ એ શરૂઆતથી જ તેની તમામ સ્કીમમાં આકર્ષક વળતર આપ્યું છે પછી તે સ્થાનિક હોય કે વૈશ્વિક ફંડ.

એમની ફંડ મેનેજમેન્ટ ટીમ હંમેશા મજબૂત વિશ્લેષણ ટીમ સાથે આકર્ષક વળતર આપે છે. એકસીસ મ્યુચ્યુઅલ ફંડ એ અત્યાર સુધીમાં એમની તમામ યોજનાઓમાં સારુ વળતર આપીને રોકાણકારોને તેમની વેલ્થ બનાવવામાં મદદ કરી છે અને તે જ અભિગમ સાથે આગળ પણ સારા વળતર માટે અન્ય યોજના લોન્ચ કરતું રહેશે. એકિસસ મ્યુચ્યુઅલ ફંડ એ તમામ યોજનાઓના વળતરમાં સુસંગતતા આપીને સૌથી ઝડપથી વિકસતું ઈકવીટી ફંડ હાઉસ છે.

આ NFO ખુલ્લી અવધિની ઈકવીટી યોજના છે. જે ૨૬ નવેમ્બર ના રોજ ખૂલી ગઈ છે અને ૧૦ ડિસેમ્બરના રોજ બંધ થાય છે.આ ફંડની વધુ માહિતી માટે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર મેહુલ મહેન્દ્રભાઈ રવાણી(મો. નં. ૯૮૨૫૮૮૨૫૭૯), અરિહંત ઇન્વેસ્ટમેન્ટ, ૩૦૧ સાધના ડાઉન ટાઉન,પંજાબ નેશનલ બેંકની બાજુમાં, જયુબેલી ચોક નો સંપર્ક કરી શકો છો.

(3:49 pm IST)