Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

લાખાજીરાજ રોડ-બાઇસાહેબના ગર્લ્સ સ્કુલ પાસે ફેરિયાનાં દબાણોથી વેપારી-લત્તાવાસીઓ ત્રાહીમામ

લાખાજીરાજ રોડ પર બહારગામથી આવનારા ફેરિયા દુકાનો સામે પથારા પાથરી-ગંદકી સહિતનું ન્યુ શન્સ ફેલાવી રહ્યા છેઃ પ્રહલાદ પ્લોટમાં ગર્લ્સ સ્કુલ પાસે ખાણી-પીણીનાં ફેરિયાની દાદાગીરીથી લત્તાવાસીઓ ત્રાહીમામઃ મ્યુ. કમિશનરને ફરિયાદ

રાજકોટ તા. ર :.. શહેરનાં રાજમાર્ગો ઉપરથી રેંકડી-પાથરણા-ફેરીયાઓનાં ગેરકાયદે દબાણો દુર કરવા તંત્રએ ઝૂંબેશ શરૂ કરાવી છે. ત્યારે શહેરનાં હાર્દસમાં વિસ્તાર લાખાજીરાજ સ્કુલ અને પ્રહલાદ પ્લોટમાં રસ્તાઓ પરનાં ફેરિયાઓથી લત્તાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અને આ સમસ્યા ઉકેલવા મ્યુ. કમિશનરશ્રીને લેખીત ફરીયાદ કરી છે.

આ બાબતે લાખાજીરાજ રોડ વિસ્તારનાં ૧પ થી વધુ વેપારીઓએ મ્યુ. કમિશનરશ્રીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી લાખાજીરાજ રોડ પર બહારથી આવતા ફેરીયાઓ દ્વારા દર રવિવારના અમારી દુકાનો આગળ પાથરણા, રેંકડીઓ ઉભી રાખી અને વેપાર કરવામાં કે ગ્રાહકોને દુકાનમાં આવવા માટે ખુબ તકલીફ પડે છે.

દુકાનોના બોર્ડ - શટર ફુટપાથ પર પાનની પીચકારી મારવી. ચા હોળવી, માવાનું ફેકવુ વગેરે દ્વારા ખુબ ગંદકી કરવામાં આવે છે. રોડ ઉપર કચરાના ઢગલા કરે છે. જે સોમવારના સવારે આગળ એટલે વધુ પાણીથી ધોવુ પડે છે.

ગર્લ્સ સ્કુલ પાસે દબાણો

જયારે પ્રહલાદ પ્લોટમાં લતાવાસીઓએ જણાવ્યું છે કે, કરણપરા તથા પ્રહલાદ પ્લોટ લતાવાસીઓ કે જે રાજશ્રી ટોકીઝના પાછળના ભાગે તથા બાઇસાંઇબા સ્કુલના આગળ - પાછળ દરવાજા પાસે ગેરકાયદેસર રીતે ખાણીપીણીની રેંકડીઓવાળાઓએ દબાણ કરેલ છે. અને આ ખાણીપીણીની રેંકડીઓવાળા કોઇ ગરીબ વ્યકિત નથી. માથાભારે વ્યકિતઓ છે. અને આ લોકો ગરીબ વ્યકિતને રેંકડી ભાડે આપીને ધંધો કરાવે છે. તંત્ર વાહકો બધુ જ જાણે છે. છતાં આજદીન સુધી દબાણ હટાવવા કાર્યવાહી  કરેલ નથી. સ્કુલના દરવાજા પાસે રેંકડીઓનું દબાણ હોય બહેનો દિકરીઓને અડચણ ઉભી થતી હોય અને દાદાગીરીથી સ્કુલના દરવાજા ખોલવા દેતા નથી. ત્યારે તાત્કાલીક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ છે.

(3:50 pm IST)