Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

આંદોલનઃ સિવિલના તબિબી શિક્ષકોએ કોવિડ બિલ્ડીંગ પાસે રામધૂન બોલાવી

રાજકોટઃ રાજ્યની સરકારી મેડિકલ કોલેજના તબિબી શિક્ષકો અને જીલ્લાના ૫ીએચસી-સીએચસીના તબિબો મળી દસ હજાર તબિબી શિક્ષકો અને સરકારી તબિબો વિવિધ પ્રશ્નો અંગે થઇ રહેલા અન્યાય સામે શરૂ થયેલા આંદોલન અંતર્ગત ગઇકાલે ગુજરાત મેડિકલ ટીચસે એસોસિએશન રાજકોટ બ્રાંચ દ્વારા પીડીયુ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રેલી યોજી  મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન પત્ર પાઠવી પોતાના પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરવામાં આવી હતી.  દરમિયાન આજે કોવિડ બિલ્ડીંગ ખાતે તબિબી શિક્ષકોએ રામધૂન બોલાવી હતી અને પોતાના પ્રશ્નો ઉકેલવા માંગણી કરી હતી. સરકારે તબિબી શિક્ષકોની ૧૨ મુદ્દાની માંગણી મંજૂર કરતો એક ઠરાવ કર્યો હતો. તેને આજે ૬ મહિના વીતી ગયા હોવા છતાં ૯ માંગણીઓમાં કોઇ કાર્યવાહી જ થઇ નથી. આ નવ માંગણીઓમાં એડહોક સેવા વિનિમિયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, ૧૫ ટકા સિનિયર ટ્યુટર્સને ત્રીજા ટીકૂનો લાભ આપવો. સહિતના એકપણ પ્રશ્નનો ઉકેલ આરોગ્ય વિભાગ દ્વારા લાવવામાં આવ્યો નથી. ઉપરાંત પગારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારણોસર તબિબી શિક્ષકોએ આંદોલન શરૂ કર્યુ છે. શનિવારે મહારેલી યોજવામાં આવશે.

(3:51 pm IST)