Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાના હસ્તે PSA ઓકિસજન પ્લાન્ટ ગેસ્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટનું લોકાર્પણ

રાજકોટઃ કોરોનાની બીજી લહેર વખતે લીકવીડ ઓકિસજનની ખુબ જ તંગી સર્જાઈ હતી અને ઘણા લોકોએ ઓકિસજનની સર્જાયેલી અછતને કારણે જીવ ગુમાવ્યા હતા. ફરીથી આવી સ્થિતિ સર્જાય તો તે પરિસ્થિતિ પહોંચી વળવા માટે PSA ઓકિસજન પ્લાન્ટ કેનેડા નિવાસી શ્રીમતી ઉર્મિલાબેન સુરેશભાઈ ઠકરાર પરિવાર (ટોરેન્ટો, કેનેડા) અને હસ્તે શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યો હતો. જેનું લોકાર્પણ વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામ બાપાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું જે નજરે પડે છે.

કિશોરભાઈ કોટકના સૌજન્યથી કોંગો નિવાસી ઘનશ્યામભાઈ જોબનપુત્રા પરિવારના હસ્તે ૧ ટન, લીકવીડ ઓકિસજન ટેન્ક તથા ૩ વેન્ટિલેટરનું પણ ડોનેશન મળેલ હતું. ઓકિસજન લાઈન પણ અપગ્રેડ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તબીબોને શ્રી રઘુરામ બાપાએ અને મહાનુભાવોએ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયરશ્રી ડો.પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રીમતી ડો.દર્શિતાબેન શાહ ઉસ્થિત રહ્યા હતા. બાન લેબ્સ- મૌલેશભાઈ ઉકાણી, ગુણવંતભાઈ ડેલાવાળા, સુરેશભાઈ ચંદારાણા, પ્રતાપભાઈ કોટક, જેષ્ઠારામભાઈ ચતવાણી, મયંકભાઈ પાંવ, વિપુલભાઈ મણિયાર, કલ્પેશભાઈ તન્ના, મેહુલભાઈ નથવાણી, હસુભાઈ ભગદેવ, દિપેશભાઈ કમાનીયા અને રામજીભાઈ માવાણી, અતુલભાઈ આહ્યા, હિરેનભાઈ આચાર્ય ઉપરાંત દાતાશ્રીમાં નૈનાબેન કોટક, મંજુલાબેન જીવરાજની, સુરેશભાઈ  કોટેચા, ભાવિનભાઈ દેસાઈ, મયુરભાઈ સોમૈયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન સર્વશ્રી મિતલ ખેતાણી, વૈશાલી રાઠોડ અને કોમલ સેલાગ્રાએ કર્યું હતું. શ્રી વિજયભાઈ કારિયા અને અશોકભાઈ હિંડોચાએ ઈન્ટરનેટ સોશ્યલ મિડીયા સંબંધીત સેવાઓ કામગીરી કરી હતી.

(3:51 pm IST)