Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મીઠાઇ-દૂધના ર૦ નમૂના લેવાયા

કોઠારીયા રોડ, હસનવાડી, સોરઠીયાવાડી સહિતના વિસ્તારની ડેરી ફાર્મમાં ચેકીંગઃ ટોપરા પાક, થાબડી, માર્શલ કેક, અડદીયા, તથા ગાયનું અને મીકસ દૂધ પરીક્ષણ અર્થે રાજયકક્ષાની લેબમાં મોકલાશે

રાજકોટ તા. ર :.. મનપાની ફુડ શાખા દ્વારા શહેરીજનોના જન આરોગ્ય હિતાર્થે અને ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ રોકવા ચેકીંગ હાથ ઘરી વિવિધ ખાદ્યચીજોના નમૂના લેવામાં આવી રહ્યા છે. જે અન્વેય  સહિતના વિસ્તારમાં આવેલ ડેરી ફાર્મમાંથી મિકસ દૂધ, ટોપરા પાક, થાપણી, અડદીયા, રસગુલ્લા વગેરેના ર૦ નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ વડોદરા સ્થિત રાજયકક્ષાની લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવશે.

 આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ  ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ મુજબ સર્વેલન્સ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં  (૧) મિકસ દૂધ (લુઝ) સ્થળઃ તુલસી ડેરી ફાર્મ, નારાયણનગર મે. રોડ (૨) મિકસ દૂધ (લુઝ)  સ્થળ બલરામ ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ (૩) મિકસ દૂધ (લુઝ) સ્થળઃ કેશર વિજય ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ (૪) ગાયનું દૂધ (લુઝ) સ્થળઃ અમૃત ડેરી ફાર્મ, હસનવાડી મે. રોડ (૫) મિકસ દૂધ (લુઝ)  સ્થળઃ નીલકંઠ ડેરી ફાર્મ, હ્રસનવાડી મે. રોડ (૬) મિકસ દૂધ (લુઝ)  સ્થળઃ રાધેશ્યામ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મે. રોડ (૭) મિકસ દૂધ (લુઝ)  સ્થળઃ મહેશ ડેરી ફાર્મ, વાણીયાવાડી મે. રોડ (૮) મિકસ દૂધ (લુઝ)   સ્થળઃ ઓનેષ્ટ ડેરી ફાર્મ, વાણીયાવાડી મે. રોડ (૯) મિકસ દૂધ (લુઝ)   સ્થળઃ વિકાસ ડેરી ફાર્મ, ૮૦ઁ રોડ (૧૦) મિકસ દૂધ (લુઝ) સ્થળઃ ધર્મપ્રિય ડેરી ફાર્મ, લક્ષ્મીવાડી મે. રોડ (૧૧) અડદિયા (મિઠાઇ,લુઝ) સ્થળઃ દિપક પેંડાવાલા, સોરઠીયા વાડી સર્કલ (૧૨) માર્શલ કેક (મિઠાઇ,લુઝ) સ્થળઃ યોગેશ્વર ડેરી ફાર્મ, કોઠારીયા રોડ (૧૩) ચાંદની કેક (મિઠાઇ,લુઝ) સ્થળઃ અશોક વિજય ડેરી ફાર્મ, કોઠારીયા રોડ (૧૪) ખજુર પાક (મિઠાઇ,લુઝ) સ્થળઃ નવરંગ ડેરી ફાર્મ, મેહુલનગર-૬ (૧૫) ટોપરા પાક (મિઠાઇ,લુઝ) સ્થળઃ શિવ દુગ્ધાલય, કોઠારીયા (૧૬) થાબડી (મિઠાઇ,લુઝ) સ્થળઃ સત્યમ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ (૧૭) થાબડી (મિઠાઇ,લુઝ) સ્થળઃ ગેલમાં ડેરી ફાર્મ, ૮૦ઁ રોડ, કોઠારીયા (૧૮) અડદિયા (મિઠાઇ,લુઝ) સ્થળઃ મોગલ ડેરી, કોઠારીયા મે. રોડ (૧૯) રસગુલ્લા (મિઠાઇ,લુઝ) સ્થળઃ કનૈયા ડેરી ફાર્મ, કોઠારીયા રોડ (૨૦) ગુલાબ બરફી (મિઠાઇ,લુઝ) સ્થળઃ ખોડીયાર ડેરી ફાર્મ, કોઠારીયા રોડ રાજકોટનો સમાવેશ થાય છે.

(4:25 pm IST)