Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સમરસ હોસ્ટેલમા એડમીશન બાબતે NSUIનો હોબાળો

રાજકોટ, તા. રઃ રાજકોટ સમરસ હોસ્ટેલમાં અનુસ્નાતકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્રારા એડમીશન માટે બહાર પાડવામા આવેલ મેરીટલીસ્ટમા નામ હોવા છતા રાજકોટ સમરસ હોસ્ટેલ તંત્ર વિધાર્થીઓને એડમીશન ના આપતા હોવાથી આજે ૧૫૦ જેટલા વિધાર્થીનીઓ સાથે NSUIએ સમરસ હોસ્ટેલ ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. રાજકોટ જીલ્લા NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યાનુસાર હોસ્ટેલમા એડમિશન લેનાર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાથી આવતા હોય છે તો તે આ હોસ્ટેલમા રહેવા હકદાર છે છતા એડમીશન નહી મળે તો આગામી દીવસોમા NSUI અને વિધાર્થીનીઓ ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને ગરીબ વિદ્યાર્થીઓને આ સમરસ હોસ્ટેલમા એડમીશન તાત્કાલિક મળે તેને પ્રાથમીકતા આપી તંત્રને રજુઆત પણ કરાશે. રજુઆત સમયે NSUIના પ્રમુખ રોહિતસિંહ રાજપુત, અભિરાજ તલાટીયા, મોહીલ ડવ, હર્ષ આશર, પાર્થ બગડા, જીત સોની સહીત ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

(4:26 pm IST)