Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

યશરાજ ક્રેડીટ સોસાયટીના ચેક રીટર્ન કેસમાં આરોપીને છ માસની સજાનો હુકમ

રાજકોટ તા. ર :.. રાજકોટ ખાતે રહેતા રમેશભાઇ દેવાભાઇ ડાંગરએ પોતાના યશરાજ ક્રેડીટ કો.-ઓ. સોસાયટી લી. પાસેથી લોન લીધેલ જે પેટે બાકી રકમ ચૂકવવા માટે આપેલ ચેક રીર્ટન થતા તે ચેક રીટર્ન થતા કેસમાં આરોપી રમેશભાઇ દેવાભાઇ ડાંગરને છ માસની સજા તથા ચેકની રકમનું વળતર ફરીયાદીને ૩ માસમાં ચુકવવા જો ન ચુકવે તો છ માસની વધુ સાદી કેદની સજા અંગેનો હુકમ કોર્ટ ફરમાવેલ હતો.

આ કેસની હકિકત એવી છે કે રાજકોટના રૈયા ચોકડી ખાતે રહેતા પોતાના યશરાજ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. આવેલ હોય અને રમેશભાઇ દેવાભાઇ ડાંગરએ પોતાની સવલત માટે ઉપરોકત સોસાયટીમાંથી લોન લીધેલ હોય જે ચાલુ લોન દરમિયાન આરોપીએ નકકી થયા મુજબના હપ્તા ભરી શકતા ન હોય જેથી આરોપીના લોન ખાતામાં ચડત હપ્તા થઇ ગયેલ હોય આમ આરોપી ના લોન ખાતામાં રકમ છે. ૭૮,૧૯૪ ચડત થતા આરોપીએ યશરાજ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી.ને ચડત હપ્તાનો ચેક આપેલ હોય જે ચેક આરોપીના કહેવા અનુસાર બેંકમાં રજૂ કરતા તે ચેક વણબજયે પરત ફરેલ હોય જેથી યશરાજ ક્રેડીટ કો-ઓ. સોસાયટી લી. એ તેમના એડવોકેટ મારફત આરોપી (રમેશભાઇ દેવાભાઇ ડાંગર) ને ચેક રીર્ટન થયા અંગે અને તે ચેકની લેણી રકમ ચૂકવવા માટે લીગલ નોટીસ મોકલાવે.

આ લીગલ નોટીસ મળી ગયા બાદ આરોપીએ ચેકની રમ ચૂકવેલ ન હોય જેથી આ કામના ફરીયાદોએ રાજકોટ મુકામેથી  આરોપી વિરૂધ્ધ ફરીયાદ કરેલ જે કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદીએ તેમના એડવોકેટ થકી સંપૂર્ણ કેસ કોર્ટ સમક્ષ ચલાવેલ. કેસ ચાલતા દરમ્યાન તમામ ડોકયુમેન્ટ તથા પુરાવાઓ નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલ. કાયદાની તમામ પ્રક્રિયા પુર્ણ કરી દલીલ સમયે પક્ષકારોએ રજૂ કરેલ ડોકયુમેન્ટો નામદાર કોર્ટ સમક્ષ રજૂ થયેલા જે દસ્તાવેજો ઉપર ધ્યાને લીધેલ તથા દલીલ તબકકે એડવોકેટ દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લાવેલ (રજૂ કરેલ) હોય જેમાં કોર્ટે એડવોકેટ શ્રી પિયુષ ડી. ઝાલા દલીલો તથા રજૂઆતોને ધ્યાને લીધેલ અને રાજકોટના જજ શ્રી આર. બી. ગઢવીએ આરોપીઓને છ-માસની સાદી કેદની સજા તથા ચેકની રકમ (છે. ૭૮,૧૯૪) આરોપીએ ફરીયાદીને વળતર પેટે ૩ માસની અંદર ચૂકવી આપવી જો તેમ કરવામાં નિષ્ફળ  જાય તો આરોપીને વધુ ૬ માસની સજા કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી યશરાજ ક્રેડીટ કો.-ઓ. સોસાયટી લી. વતી રાજકોટના એડવોકેટ શ્રી પિયુષ ડી. ઝાલા રોકાયેલા હતાં.

(4:32 pm IST)