Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વિમાનમાં મુંબઇ-મહારાષ્ટ્ર જનારા લોકો સાવધાનઃ ૪૮ કલાકનો આરટી-પીસીઆર ટેસ્ટ જરૂરી

રાજકોટઃ ઓમિક્રોન કોરોના વાયરસના નવા સ્વરૂપે ૨૭ જેટલા દેશોમાં કાળો કેર મચાવતા દેશ-વિદેશે વિવિધ પગલાઓ લેવાનું શરૂ કર્યુ છેઃ મહારાષ્ટ્ર અને મુંબઇ વિમાનમાં જનારા મુસાફરો માટે ૪૮ કલાકનો આરટી-પીસીઆર ટેસ્ટ અથવા વેકસીનેશન સર્ટીફીકેટ ફરજીયાત બનાવાયુ હોવાનું પેલિકન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક પ્રકાશ રાઠોડે આજે સવારે 'અકિલા'ને જણાવ્યુ હતું: જેમની પાસે આ પુરાવા નહીં હોય તેમને બોર્ડીંગ પાસ જ આપવામાં નહીં આવે તેવું નક્કી થયુ હોવાનું તેમણે ઉમેર્યુ હતુઃ ડોમેસ્ટીક પેસેન્જર પાસે સંપૂર્ણ વેકસીન સર્ટીફીકેટ અથવા નેગેટીવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજીયાત બનાવાયોઃ મુંબઇ એરપોર્ટ ઉપર સઘન ચેકીંગ થશેઃ દરમિયાન દ. આફ્રિકાથી મુંબઇ આવેલા ૪ મુસાફરોનો કોવિડ ટેસ્ટ પોઝીટીવ હોવાનું બહાર આવ્યુઃ લોહીના સેમ્પલો ટેસ્ટીંગ માટે મોકલાયા

(4:29 pm IST)