Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ સમગ્ર રાજકોટમાં કોવીડ-૧૯ના નિયંત્રણો ૧૦ ડીસેમ્બર સુધી અમલમાં રહેશે: કોરોના સંબંધી પ્રતિબંધો લંબાવતા શહેર પોલીસ કમિશનર

રાજકોટ:નોવેલ  કોરાના વાયરસ (COVID-19) સંબંધે સમગ્ર રાજયમાં મુકવામાં આવેલ નિયંત્રણો તા.૧૦/૧૨/૨૦૨૧ સુધી રાજકોટ શહેર ઇન ચાર્જ પોલિસ કમિશ્નર ખુરશીદ અહેમદ દ્વારા લંબાવવામાં આવેલ છે.

  જે મુજબ શહેરની તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ ચાલુ રાખી શકાશે. સિનેમા હોલ  ૧૦૦% બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જીમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦(ચારસો) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૧૦૦ (એકસો) વ્યક્તિઓની મંજુરી રહેશે.
તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં  તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.
  ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.સાથે ચાલુ રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે. વાંચનાલયો ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે. 
 પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન. એ.સી. બસ સેવાઓ ૧૦૦% ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્‍સપોર્ટ સેવાઓને રાત્રિ  કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં  રમતગમત  ચાલુ રાખી શકાશે. ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૭૫% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરો સવારના ૦૯:૦૦ થી રાત્રિના ૦૯:૦૦  કલાક સુધી ચાલુ રાખી શકાશે.
 ઉપરોકત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યકિતઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/હોસ્પિટલની Discharge Summaryની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્ત જ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોય તે હિતાવહ રહેશે.
 આ ઉપરાંત તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્‍સીંગનું પૂર્વવત ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા મુસાફરો માટે RTPCR Test સંબંઘમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ લાગુ રહેશે.
 આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ઘારાની કલમ–૧૮૮ અને ઘી એપેડેમિક એકટ ૧૮૯૭ અન્વયે ઘ ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલુશન, ર૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અન્વયે શિક્ષાને પાત્ર થશે.

(7:07 pm IST)