Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રાજકોટ શહેર-જીલ્લાની ૮ બેઠક ઉપર મતદાન જાગૃતિ અંગે અનેક કાર્યક્રમો છતા થર્ડ જેન્‍ડરના માત્ર ૮ મત પડયા...

જીલ્‍લા ચૂંટણી તંત્રે ટ્રાન્‍સજેન્‍ડરને મતદાર જાગૃતિ માટે એકબેસેડર બનાવ્‍યા... : કુલ ૩૪ મત છેઃ જેતપુરમાં ૪ અને રાજકોટની બેઠકો ઉપર ૧-૧-મત પડયો...

રાજકોટ તા. ર :.. વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબકકાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયુ હતું. જેમાં ૬૦ ટકા આસપાસ મતદાન નોંધાયું હતું. તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં ટ્રાન્‍સજેન્‍ડરો માટે પણ અલગ આયોજન કરાયું હતું.

રાજકોટ શહેર - જીલ્લાની ૮ વિધાનસભા બેઠકોમાં કુલ ૩૪ જેટલા ટ્રાન્‍સજેન્‍ડર મતદારો નોંધાયેલા છે. જેના માટે તંત્ર દ્વારા જાગૃતિ અંગે બ્રાન્‍ડ એમ્‍બેસેડર પણ બનાવ્‍યા હતાં. આટલા આયોજન-કાર્યક્રમો છતાં કુલ ૩૪ માંથી માત્ર ૮ ટ્રાન્‍સજેન્‍ડરોએ જ મતદાન કર્યુ હતું.

જેતપુર બેઠકમાં ૪ ટ્રાન્‍સજેન્‍ડરોએ મતદાન કર્યુ હતું. જયારે રાજકોટ-૬૮, રાજકોટ-૬૯, રાજકોટ-૭૦ અને રાજકોટ-૭૧ ની બેઠક ઉપર ૧-૧ ટ્રાન્‍સજેન્‍ડરોએ મતરૂપી ફરજ નિભાવી હતી. આમ ૮ માંથી માત્ર પ બેઠકો ઉપર ટ્રાન્‍સજેન્‍ડરોનું મતદાન નોંધાયું હતું.

(10:23 am IST)