Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

તપસ્‍વી માણેકચંદજી સ્‍વામીની રવિવારે ૧૦૧મી પુણ્‍યતિથિ : દિવ્‍ય ગુરૂમંત્ર જપ સાધના

ગુજરાતરત્‍ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા., સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા.નું સાંનિધ્‍ય : સતીજી વૃંદની નિશ્રા : તપસ્‍વીજીની પવિત્રિ, લોકીટની પ્રભાવના અને ચાંદીની લગડીઓ આદિ ૧૦૧ લક્કી ડ્રો ના કુપન તથા નવકારશી પાસ પ્રવેશ વખતે અપાશે

રાજકોટ તા.૨ : ગુજરાતરત્‍ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા., સદગુરદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા.ના સાંનિધ્‍યે તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા. એવં પૂજયવરા અપૂર્વશ્રુત આરાધિકા પૂ. મકત-લીલમ ગુરૂણીનાં સુશિષ્‍યાઓ (ગુરૂપ્રાણ પરિવાર) સરલ સ્‍વભાવી પૂ. વિજયાબાઈ મ., ઋજુતાસંપન્ના પૂ. સાધનાબાઈ મ., દીર્ઘતપસ્‍વીની પૂ. વનિતાબાઈ મ., દીર્ઘ દર્શિતા પૂ. દીક્ષિતાબાઈ મ., સમયજ્ઞા પૂ. વિનોદીનીબાઈ મ., શાસન પ્રભાવિકા પૂ. હસ્‍મિતાબાઈ મ., તપસ્‍વિની પૂ. કલ્‍પનાબાઈ મ., પ્રવચન પ્રભાવિકા પૂ. અજીતાબાઈ મ., શાસન જયોતિકા પૂ. સુનિતાબાઈ મ., વ્‍યવહારકુશલા પૂ. રૂપાબાઈ મ.આદિ તથા બોટાદ સંપ્રદાયના પૂ. વિરતિબાઈ મ. પૂ. ઉદિતાબાઈ મ. , પૂ. જીગિષાબાઈ મ. , સંઘાણી સંપ્રદાયના પૂ. સાધનાબાઈ મ. આદિ ઠાણાની પાવન ઉપસ્‍થિતીમાં પરમ પ્રતાપી પ્રગટ પ્રભાવક તપસ્‍વીજી પૂ.શ્રી માણેકચંદ્રજી મહારાજ સાહેબનાં ૧૦૧માં પુણ્‍યસ્‍મૃતિ દિન ઉપલક્ષે શ્રી રોયલપાર્ક સ્‍થા. જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળા નાં આંગણે તા. ૪ ને રવિવાર સમય સવારે ૬.૪૫ થી ૯ સુધી દિવ્‍ય ગુરૂમંત્ર જપ સાધના એવં તા. ૭ ને બુધવાર માગશર સુદ પુનમ સામૂહિક આયંબિલ તપ આરાધના રાખવામાં આવેલ છે.ᅠ

તપસ્‍વીજીની પવિત્રિ તેમજ લોકીટની પ્રભાવના અને ચાંદીની લગડીઓ આદિ ૧૦૧ લકી ડ્રો નાં કુપન તથા નવકારશી પાસ પ્રવેશમાં ૬.૪૫ સુધી જ આપવામાં આવશે.

જયારે તા. ૭ ને બુધવારે સવારે ૯.૩૦ થી ૧૧ પૂ. તપસ્‍વી ગુરૂદેવનાં ગુણોત્‍કર્ષ પ્રવચન તથા તપસ્‍વીજી જીવન પ્રભાવક અભિનય(મંડળોના બહેનો અભિનિત), સામૂહિક આયંબિલ તપ આરાધના (એક આયંબિલ). આયંબિલ તપના પાસ સમસ્‍ત રાજકોટના જૈન સંઘો માટે શ્રી રોયલપાર્ક ઉપાશ્રયમાં તા. ૪ થી તા. ૬ સુધી જᅠ મળશે.

મંત્રજાપ અને નવકારશી આયંબિલનાં લાભાર્થી પરિવાર : સૌરાષ્ટ્ર કેસરી પૂજયશ્રી પ્રાણલાલજી મ.સા.ના સુશિષ્‍ય (મામા મહારાજ) તપસ્‍વી રત્‍ન પૂ.શ્રી જગજીવનજી મ.સા.નો જય હો. (મામા મહારાજ) ગોંડલ ગચ્‍છ શિરોમણી પૂ.શ્રી જયંતિલાલજી મ.સા.નો જય હો.ᅠ ᅠ ᅠ ᅠ ᅠ ᅠᅠ

અમરાપર નિવાસી હાલ મંબઈ,ᅠ સ્‍વ.હરિલાલ જેચંદ દોશી, વિનોદચંદ્ર હરિલાલ દોશી, સ્‍વ. સમરતબેન હરિલાલ દોશી, જયોતિબેન વિનોદચંદ્ર દોશી, દેવેન્‍દ્રભાઈ વિનોદચંદ્ર દોશી, પારસભાઈ વિનોદચંદ્ર દોશી, અમિતાબેન અભય નેને સમગ્ર દોશી પરિવાર.ᅠ ᅠ ᅠ ᅠᅠ

સમસ્‍ત રાજકોટ તથા ગોંડલ સંપ્રદાયના સર્વ જૈન સંઘોના ભાઈઓ, બહેનો, બાલક, બાલિકાઓ તથા ગુરૂભકતો ને આરાધનામાં જોડાવવા માટે આમંત્રણ પાઠવ્‍યું છે.

(10:25 am IST)