Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

૧૧મીએ હેમુગઢવી હોલમાં સંગીતપ્રીય રાજકોટવાસીઓને યાદગાર ગીતોના ખજાનાથી તરબતર કરવા સંજીવની આવી રહી છે

ગીતોની રજુઆતનો અલગ અંદાઝઃ દેશ- વિદેશમાં સેંકડો મ્‍યુઝીકલ શો માં જમાવટ કરી છે : પ્‍લેબેક સીંગર સંજીવનીના કંઠને માણવા તાલ- તરંગ કલબના આજે જ સભ્‍ય બની જાવ : સંજીવની ભેલાંદે કહે છેઃ ગુજરાતીઓ કલાકારોને દિલથી દાદ આપે છેઃ ગુજરાતીમાં પણ આપ્‍યા છે સુમધુર ગીતો....

રાજકોટઃ રિયાલિટી શો આજે બોલીવૂડમાં ડગ માંડવાનું એક પગથિયું બની ગયા છે, પણ તેની શરૂઆત ૧૯૯૫માં ટીવી દુનિયાના સૌથી પહેલા ઝી ટીવીના ટેલેન્‍ટ હન્‍ટ શો સારેગામાથી સંજીવની ભેલાંદેએ કરી હતી. આપણા પ્રજાસત્તાક દિને જ જન્‍મેલી સંજીવની વિધુ વિનોદ ચોપરાની કરીબમાં આઠ ગીતો ગાઈ મેઈન સ્‍ટ્રીમમાં આવી ગઈ હતી. ખુબજ સારૂં અને સ્‍પષ્ટ ગુજરાતી બોલી શકતી સંજીવનીએ ગુજરાતીમાં મન મોતીની કાજ, એકલ વરસાદે અને મને વાલમ ઓઢાડીને.. જેવા સુમધુર ગીતો પણ આપ્‍યા છે.

સંજીવનીએ અત્‍યાર સુધી ૨૦૦૦ થી પણ વધારે શો કર્યા છે, તો ૨૦૧૫માં ઈસ્‍તંબુલ તુર્કિમાં યોજાયેલા એશિયા-પેસિફિક સોંગ ફેસ્‍ટિવલમાં, પણ તેણીએ ભાગ લીધો હતો. સંજીવની ભેલાંદે તૈલગુ અને રાજસ્‍થાની ગીતો પણ ખુબ સારાં ગાય છે, તેણીએ દૂરદર્શન પર અભિનેતા સચિન સાથે પિકનિક અંતાક્ષરીનું સંચાલન પણ કર્યું હતું. સંજીવની ગુજરાતીઓના વખાણ કરતા કહે છે કે, અહીંના લોકો કલાકારોને દિલથી દાદ આપે છે. રાત્રીના સમયે લોકો ખાવા-પીવાનું પત્‍યા બાદ કાર્યકમ દિલથી માણે છે. અન્‍ય રાજયોમાં આવું નથી બનતું. કચ્‍છમાં બે વાર આવી ચૂકેલી, સંજીવની અહીંથી બહુ જ પ્રભાવિત છે, તેણે વર્ષો પહેલાં ભુજ અને, ગાંધીધામમાં શો કર્યા હતા. અમદાવાદમાં પણ તેણે શો કર્યા છે.

રાજકોટવાસીઓ સમક્ષ લાઇવ મ્‍યુઝીકલ શો પ્રસ્‍તુત કરવા પ્રખ્‍યાત પ્‍લેબેક સીંગર સંજીવની ભારતી નાયકની બોલીવુડ ઇવેન્‍ટ ‘તાલ તરંગ' કલબના નેજા હેઠળ રાજકોટના આંગણે આવી રહ્યા છે. સંજીવની ભેલાંદેને લાઇવ ગાતા સાંભળવા એક અદભૂત લ્‍હાવો છે. તેમના ગીતોમાં હાસ્‍ય, મધુરતા, સાલસતા જોવા મળે છે અને ખાસ તો તેમનો જે ગાવાનો અંદાજ છે તે નિહાળવાની તક રાજકોટના આંગણે મળવા જઈ રહી છે. સંજીવની ભેલાંદેને માણવાનો સુવર્ણ અવસર લઇને આવ્‍યા છે ‘બોલીવુડ ઇવેન્‍ટ'ના ભારતી નાયક. રાજકોટવાસીઓ માટે શરૂ થયેલો આ અદભૂત સીલસીલો આપ સૌના સથવારે ચાલુ જ રહેશે. એક એકથી ચઢિયાતા કાર્યક્રમો પ્રસ્‍તુત થશે. જેમાં કપલ અને ગ્રુપ સાથે જોડાવા ભારતીબેન નાયકનો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે મેમ્‍બરશીપ મેળવી લેવા જણાવાયું છે.

 

તમામ પ્રકારના મ્‍યુઝિકલ શો- ઈવેન્‍ટસમાં ઓલ બોલીવુડ ઈવેન્‍ટના ભારતી નાયકનું અદ્દભુત પ્રભુત્‍વઃ કોઈપણ પ્રસંગોએ ઈવેન્‍ટ્‍સ આયોજન માટે જરૂરથી સંપર્ક કરો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક : ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(1:22 pm IST)