Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

લોક વિજ્ઞાન કેન્દ્રમાં યુવા વૈજ્ઞાનિકો તૈયાર થશે

મોરબીના ''નર્મદા બાલધર'' દ્વારા રાજકોટના સ્કુલ સાયન્સ સેન્ટર ખાતે અપાશે તાલીમ

રાજકોટ, તા. ર :  રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત, સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન સંચાલિત તથા ઞ્શ્થ્ઘ્બ્લ્વ્ માન્ય  ઓ.વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર -રેસકોર્ષ, રાજકોટ ખાતે સ્વ. શ્રીમતિ નર્મદાબેન સુખલાલ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત રીતે યુવા વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે નવા પ્રોજેકટનો શુભ આરંભ થવા જઇ રહ્યો છે. મોરબી શહેરના છેલ્લા ર૩ વર્ષથી ''નર્મદા બાલઘર'' ના નામથી એક અભુતપૂર્વ શિક્ષણ પ્રયોગ રહ્યો છે. જેમાં સંગીત, ચિત્ર, યોગ, સ્કેટીંગ, નૃત્ય અને પુસ્તકાલય જેવી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે.

નર્મદા બાલઘરે ભંડોળમાંથી ૯પ૦ શાળાના ૧ર૪પ જેટલા શિક્ષકોને તાલીમ આપી છે, જેમાં ગુજરાતના મોરબી તેમજ કેટલાક જિલ્લાની પસંદગીની શાળાઓ તેમજ મહારાષ્ટ્રની કેટલીક શાળાઓનો સમાવેશ થાય છે. તેને આધારે નર્મદા બાલધર દ્વારા ૩,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓએ કલાસરૃમ લેબોરેટરી કીટનો લાભ લીધો છે.

મોરબીની ૬૦% શાળાઓમાં ૩ ડી પ્રિન્ટર વસાવી શિક્ષકોને તાલીમ આપી આ ટેકનોલોજીનું જ્ઞાન ૩૦,૦૦૦ થી વધુ બાળકો સુધી નર્મદા બાલધર દ્વારા પહોંચાડવામાં આવ્યું છે. તેમજ વર્ચ્યુઅલ રીયાલીટીના શૈક્ષણિક વિડીયો તૈયાર કરીને બાળકોને શિક્ષણ આપવાની એક નવીન ઇમર્સિવ લર્નિંગ પદ્ધતિની શરૃઆત થઇ છે.

સમગ્ર સૌરાષ્ટ્રને મળે તે હેતુ સર રાજકોટના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોરબીના નર્મદા બાલઘરે ''સ્કુલ સાઇન્સ સેન્ટર'' તરીકે એક અલગ વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. જેની અંદર ધો. ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટેની એક અનોખી લેબોરેટરી સ્થાપિત કરી આધુનિક ટેકનીક સાથેનું પ્રાયોગિક જ્ઞાન આપવાની શરૃઆત થઇ ચુકી હોવાનું  નિશાંત ચાંદેગરા પ્રોજેકટ ઇન્ચાર્જ સ્કુલ સાઇન્સ સેન્ટર રાજકોટ મો. ૮૭૩૪૮૩૦ર૬૬ અને ડો. રમેશ ભાયાણી નિયામક (એકેડેમિક) પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટ, ડો. અનામિક શાહ વૈજ્ઞાનિક સલાહકારની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(3:45 pm IST)