Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

કોંગ્રેસ- આપના ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ જશેઃ સર્વત્ર કેસરીયા તરફી માહોલઃ વિજયભાઈ

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા સૌ કોઈની કામગીરી પ્રશંસાપાત્ર રહીઃ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, ડો.ભરતભાઈ બોઘરા, ડો.ધનસુખ ભંડેરી, ડો.પ્રદીપ ડવ, બીનાબેન આચાર્ય રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી, શહેર ભાજપ પ્રમુખ  કમલેશ મીરાણી, શહેર ભાજપ મહામંત્રીઓ  જીતું કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા,  વિધાનસભા-૬૮ ના ઉમેદવાર  ઉદયભાઈ કાનગડ, વિધાનસભા-૬૯ ના ઉમેદવાર ડો. દર્શીતાબેન શાહ, વિધાનસભા-૭૦  ના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા, વિધાનસભા-૭૧-ગ્રામ્યના ઉમેદવાર ભાનુબેન બાબરિયા,  પ્રદેશ ભાજપ  ઉપાધ્યક્ષ  ડો. ભરતભાઈ બોઘરા, ભાજપ અગ્રણી  ડો. ધનસુખ ભંડેરી, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ મંત્રી  બીનાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર- કચ્છ ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્યો  ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયાની  એક સયુંકત અખબારી યાદી માં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણની ૮૯ સીટોનું મતદાન પૂર્ણ થયું છે. આ અવસરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા મતદારો, તમામ ઉમેદવારો, તંત્ર અને મીડિયા પ્રત્યે આભાર વ્યકત કરતા ... જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર તરફી મોટાપાયે જંગી મતદાન થયાનું જણાય આવે છે. મતદારોએ વિકાસને મત આપ્યો છે, કમળના નિશાનવાળું બટન દબાવ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં પણ આ જ પ્રકારે મતદારો ભાજપને મત આપશે એવો વિશ્વાસ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ જવાની છે. ભાજપ ઉમેદવારો ભવ્યાતિભવ્ય વિજય મેળવવાના છે. સર્વત્ર કેસરિયા તરફી માહોલ છે જે ચૂંટણીના પરિણામ દિવસે જોવા મળશે. ઇવીએમમાંથી કમળ જ નીકળવાના છે. ભાજપ ફરી એકવાર સરકાર બનાવશે. ભાજપના ભવ્ય વિજયમાં મતદારો, કાર્યકરોનો ફાળો વિશેષ હશે. તેમ રાજુભાઈ ધ્રુવે યાદીના અંતમાં જણાવ્યું છે.(

(3:53 pm IST)