Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

કલેકટર-પોલીસ વિભાગ અને તમામ ચુંટણી ફરજના કર્મીઓનો આભારઃ મહેશ રાજપુત

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપુત દ્વારા વિધાનસભાના ચુંટણીમાં મતદારોએ મતદાન કર્યું છે તે તમામ મતદારોનો આભાર માન્યો છે.

રાજકોટ કલેકટરશ્રી, પોલીસ કમિશ્નરશ્રી તેમજ ચુંટણી ફરજમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ શાંતિપૂર્ણ રીતે તેમજ ન્યાયપૂર્ણ ચુંટણી, કોઇપણ ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિના દબાણમાં નહિ આવીને તટસ્થ અને નીડર રીતે ચુંટણી પૂર્ણ કરી તે બદલ તમામનો આભાર વ્યકત કર્યો હતો.

(3:54 pm IST)