Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

નાણાકીય આયોજન-રોકાણના દ્રષ્‍ટિકોણથી વિષય ઉપર કાલે એનઆરઆઇ માટે પ્રેઝન્‍ટેશન

નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન ફાયનાન્‍સીયલ કોન્‍કલેવ સીઝન-૬ અંતર્ગત: દક્ષેશ કોઠારી અને રાજીત કોઠારી દ્વારા ઓનલાઇન વકતવ્‍ય

રાજકોટઃ દર વર્ષની જેમ સતત છઠા વર્ષે પણ નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (એનઆરઆઇ) તથા તેના સગાસંબંધીઓને માહિતી આપવાના હેતુસર આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસીઝ પ્રા.લી. દ્વારા એનઆરઆઇ ફાયનાન્‍સીઅલ કોન્‍કલેવ ૨૦૨૨ (સીઝન-૬) અંૅતર્ગત નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (એનઆરઆઇ) માટે નાણાંકીય આયોજન-રોકાણના દ્રષ્‍ટિકોણથીના વિષય પર પ્રેઝન્‍ટેશનનું આયોજન વિષય પર જાણીતા ટેકસ એન્‍ડ ફાઇનાન્‍સીઅલ અને આશુતોષ ફાયનાન્‍સીયલ સર્વિસીઝ પ્રા.લી. એમ.ડી અને સી.ઇ.ઓ શ્રી દક્ષેશભાઇ કોઠારી તથા સીએ રાજીત દક્ષેશભાઇ કોઠારીનું પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશનનું કાલે તા.૩/૧૨ શનિવારે, સાંજે ૫.૩૦ કલાકે અંગેજીમાં ઝૂમ મીટીંગમાં આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમના વકતા શ્રીદક્ષેશભાઇ કોઠારી દ્વારા છેલ્‍લા ૧૬ વર્ષથી યુનિયન બજેટ પર અને નોન-રેસિડેન્‍ટ ઇન્‍ડિયન(એનઆરઆઇ) માટે છેલ્‍લા ૫ વર્ષથી ઇન્‍કમ ટેકસ તથા રોકાણનું આયોજન અને વારસાઇ હકક અંગેનું આયોજન જેવા અનેકવિધ વિષયો પર  રાજકોટ તથા અમદાવાદ ખાતે સંખ્‍યાબંધ સેમિનારોને સંબોધિત કરેલ છે તેમજ આ કાર્યક્રમના બીજા વકતા સીએ રાજીત દક્ષેશભાઇ કોઠારી ડેલોઇટ ઇન્‍ડિયામાં મુંબઇ ખાતે ઇન્‍ટરનેશનલ ટેક્ષેસનમાંથી અનુભવ પ્રાપ્ત કરેલ છે. ડેલોઇટ ઇન્‍ડિયા દુનિયાની સૌથી મોટી ૪ ટેક્ષેસન ફર્મમાં સ્‍થાન ધરાવે છે. તદુંપરાંત તેઓ સર્ટિફાઇડ ફાયનાન્‍સીલ પ્‍લાનર છે

આ સેમિનારમાં મુખ્‍યત્‍વે આ મુજબના મુદાઓની ચર્ચા કરવામાં આવશે (૧) વર્તમાન સમયમાં ભારતએ વિશ્વનું ૫માં નંબરનું સૌથી વિકસિત અર્થતંત્ર છે. આ વિકસિત અર્થતંત્રમાં શા માટે રોકાણ કરવું જોઇએ અને ભારતમાં રોકાણ કરવામાં આવે તો તેનો રોકાણકારોને શું લાભ મળશે તે અંગેની વિસ્‍તૃત માહિતી આપવામાં આવશે તેમજ ભારતમાં રોકાણ માટે વિવિધ વિકલ્‍પો ઉપલબ્‍ધ છે જેવા કે ઇકવીટીમાં રોકાણ, ફિકસડ આવક માટેના રોકાણો અને સ્‍થાવર મિલકતમાં રોકાણ આ વિવિધ વિકલ્‍પમાં રોકાણ કરવાના લાભ અને ગેરલાભ અંગેની માહિતી (૨) આજના દિવસે નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન (એનઆરઆઇ) માટે ભારતમાં રોકાણ કરવા માટે કઇ તકો ઊપલબ્‍ધ છે તે અંગેની માહિતી જેવી કે ઇકવીટીમાં રોકાણ જેમાં હાલના સમયમાં મ્‍યુચ્‍યુલફંડમાં પોર્ટફોલીઓ મેનેજમેન્‍ટ સર્વિસીઝ (પીએમએસ),  અનલિસ્‍ટેડ શેર્સમાં રોકાણ જેવા વિવિધ વિકલ્‍પો ઉપલબ્‍ધ છે તેમાં કઇ રીતે અને કયા સમયે રોકાણ કરવુ જેવા અનેકવિધ મુદાઓની ચર્ચા કરવામાં આવશે.

 એનઆરઆઇ માટે ભારતમાં ફિકસડ આવક માટેના રોકાણોના વિવિધ વિકલ્‍પો જેવા કે નોન રેસિડેન્‍ટ એકસ્‍ટર્નલ (એનઆરઇ) અને કોર્પોરેટ ફિકસડ ડીપોઝીટ, ડેટ બેઇઝ મ્‍યુચ્‍યુઅલ ફંડ અને ગેરેન્‍ટેડ પ્‍લાન ઉપલબ્‍ધ છે. આ વિવિધ વિકલ્‍પોમાં કઇ રીતે અને કયા  સમયે રોકાણ કરવું, કેટલા સમય સુધી રોકાણ કરવું તેમજ આ રોકાણમાંથી મળતા નફા અને વ્‍યાજની આવકવેરા કાયદા અંતર્ગત કરપાત્રતા જેવા અનેકવીધ મુદાઓની ચર્ચા કરવામાં આવશે. (૪) નોન રેસિડેન્‍ટ ઇન્‍ડિયન(એનઆરઆઇ) માટે ભારતમાં સ્‍થાવર મિલકતમાં રોકાણ કરવા માટે વિવિધ નીતિ નિયમો અંગેની માહિતી તેમજ સ્‍થાવર મિલકતમાં રોકાણની સરખામણીમાં રીઅલ એસ્‍ટેટ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ટ્રસ્‍ટ(આરઇઆઇટીએસ) અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ટ્રસ્‍ટ (આઇએનવીઆઇટીએસ)માં રોકાણ કરવું શા માટે ફાયદાકારક છે તે અંગેની માહિતી આપવામાં આવશે તેમજ આ રોકાણમાંથી મળતી આવક અંગેની આવકવેરા કાયદા અંતર્ગત કરપાત્રતા શું થશે તેની માહિતી પણ આપવામાં આવશે આ પ્રેઝન્‍ટેશનમાં માટે રજીસ્‍ટ્રેશન જરૂરી હોય માટે મો. ૭૦૪૩૫ ૯૩૩૮૮, ૭૨૨૮૮ ૪૮૧૮૧ પર સંપર્ક કરી શકાય છે.

(3:58 pm IST)