Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

તોપખાનામાં વિજયએ ‘તમારે કામે નથી જવાનું' કહેતાં પત્‍નિ-પુત્રીએ ધોલધપાટ કરી

દિકરી પ્રગતિ પણ પોતાને પિતાએ માર માર્યાની ફરિયાદ સાથે સારવાર માટે દાખલ થઇ

રાજકોટ તા. ૨: જામનગર રોડ પર મોરબી હાઉસ પાસે તોપખાનામાં રહેતાં વાલ્‍મિકી યુવાનને તેના પત્‍નિ અને દિકરીએ માર મારતાં સિવિલમાં દાખલ થયો હતો. સામે દિકરી પણ પોતાને પિતાએ ગડદા પાટુ માર્યાની ફરિયાદ સાથે હોસ્‍પિટલમાં પહોંચી હતી.

તોપખાનામાં રહેતો વિજયભાઇ રમેશભાઇ ઝાલા (ઉ.વ.૩૫) સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. તેણે પોતાને પત્‍નિ કિરણ અને દિકરી પ્રગતિએ મારકુટ કર્યાનું કહેતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. સામે પ્રગતિ વિજયભાઇ ઝાલા (ઉ.વ.૧૫) પણ દાખલ થઇ હતી અને પોતાને પિતા વિજયભાઇએ માર માર્યાની રાવ કરી હતી.

વિજયભાઇને ચાર દિકરી અને એક દિકરો છે. પોતે છુટક સફાઇ કામ કરે છે. તેના પત્‍નિ કિરણ અને દિકરી પ્રગતિ પણ સફાઇ કામ કરવા જાય છે. સવારે વિજયભાઇએ આ બંનેને તમારે કામે નથી જવાનું તેમ કહી બોલાચાલી કરતાં ઝઘડો થયા બાદ મારામારી થઇ હતી.

(3:59 pm IST)