Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

લાખોના દેણામાં ડુબી જતાં શ્યામલ સ્કાય રેસીડેન્સીના બેંક કર્મચારી રાજ ત્રાંબડીયાએ ઝેરી દવા પી લીધી

મિત્રો પાસે ચાલીસેક લાખ ઉછીના લઇ લોટની મીલ કરી'તીઃ લોકડાઉનને કારણે ધંધો ભાંગી પડ્યોઃ કલરના ધંધામાં પણ નુકસાની જતાં પગલુ ભર્યાનું કથન

રાજકોટ તા. ૨: કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ શ્યામલ સ્કાય રેસિડેન્સીમાં રહેતાં અને રાજ બેંકમાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતાં રાજભાઇ જમનભાઇ ત્રાંબડીયા (ઉ.વ.૪૪) નામના પટેલ યુવાને સવારે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

રાજભાઇ એક બહેનથી મોટા છે અને સંતાનમાં એક પુત્ર છે. તે બેંકમાં નોકરી કરે છે. તેણે જણાવ્યું હતું કે અગાઉ મિત્રો પાસેથી ચાલીસેક લાખ હાથ ઉછીના લઇને રીબડા પાસે લોટની ફેકટરી ચાલુ કરી હતી. પરંતુ મહામારીને કારણે લોકડાઉન આવી જતાં ધંધો ભાંગી ગયો હતો અને નાણા સલવાઇ ગયા હતાં. એ પછી કલરનો ધંધો શરૃ કર્યો હતો તે પણ ચાલ્યો નહોતો. હાલમાં પોતાના પર લાખોનું દેણું થઇ ગયું હોઇ તે કઇ રીતે ચુકવવું? તેની સતત ચિંતા રહેતી હોવાથી આ પગલુ ભર્યુ હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(4:04 pm IST)