Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રાજકોટ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોનો આભારઃત્રિવેદી,અજુડીયા,સોરાણી

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યુ છે કે વિધાનસભાની સામાન્ય ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયેલ છે. રાજકોટની જનતાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુ, મનસુખભાઇ કાલરીયા, હિતેશ વોરા અને સુરેશભાઇ બથવારને જીતાડવા કોંગ્રેસ તરફી મતદાન કર્યુ  એ બદલ સમગ્ર રાજકોટ જીલ્લાના મતદારોનો આભાર વ્યકત કરવામાં આવેલ.

રાજકોટ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોને જે ખંત અને નિષ્ઠાપૂર્વક કામ કર્યુ એ બદલ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, કાર્યકરી પ્રમુખ સંજય અજુડિયા અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ રાજકોટ કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરોનો આભાર માની અને ભવિષ્યમાં પણ કોંગ્રેસને મજબુત કરવા માટે સહયોગ આપવા અખબારી યાદીમાં અંતમાં કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યુ છે.

(4:05 pm IST)